અમદાવાદ મ્યુનિ.તંત્રના ૩૧ર૮ કોર્ટ કેસનો નિકાલ કરવામાં આવ્યો
(એજન્સી)અમદાવાદ, અમદાવાદ મ્યુનિસીપલ કોર્પોરેશનના લીગલ વિભાગ દ્વારા બે વર્ષના સમયમાં સુપ્રીમ કોર્ટથી લઈ વિવિધ કોર્ટમાં ચાલતા મ્યુનિસીપલ તંત્ર દ્વારા કરવામાં આવેલા કે તંત્રના નિર્ણય સામે કરવામાં આવેલા કેસ પૈકી ૩૧ર૮ કેસનો નિકાલ કરવામાં આવ્યો છે.
લેબર કોર્ટમાં સૌથી વધુ ૪૧ કેસ સાથે વિવિધ કોર્ટના કુલ પ૭ ચુકાદા મ્યુનિસીપાલ તંત્રની વિરૂધ્ધમાં આપવામાં આવ્યા છે.
છેલ્લા બે વર્ષના સમયમાં સુપ્રીમ કોર્ટના ચાલતા બે કેસનો નિકાલ થવા પામ્યોછે. બંને કેસના ચુકાદા મ્યુનિસીપાલ વહીવટીતંત્રની તરફેણમાં આવ્યા છે. ગુજરાત હાઈકોર્ટમાં ચાલતા વિવિધ કેસ પૈકી છ કેસના ચુકાદા મ્યુનીસીપલ વહીવટીતંત્રને વિરૂધ્ધમાં જયારે ૮૯૮ કેસના ચુકાદા તંત્રની તરફેણમાં આવ્યા છે.
સીટીસીવીલ કોર્ટમાં આ સમય દરમ્યાન છ કેસના ચુકાદા તરફેણમાં આવ્યા છે. અમદાવાદ ગ્રામ્ય કોર્ટમાં ચાલી રહેલા વિવિધ કેસ પૈકી ૧ર૯ કેસના ચુકાદા તંત્રની તરફેણમાં આવ્યા છે. ઈન્ડસ્ટ્રીયલ ટ્રીબ્યુનલમાં ચાલી રહેલા કેસપૈકી ચાર કેસના ચુકાદા તંત્રની વિરૂધ્ધમાં જયારે ૧પ૬ કેસના ચુકાદા તંત્રની તરફેણમાં આવ્યા છે. લેબર કોર્ટમાં ચાલી રહેલા કેસ પૈકી ૪૧ કેસના ચુકાદા તંત્રની વિરૂધ્ધમાં જયારે ૬૭ કેસના ચુકાદા તંત્રની તરફેણમાં આવ્યા છે.
ગુજરાત હાઈકોર્ટમાં છેલ્લા ત્રણ દાયકાથી પણ વધુના સમયથી ચાલી રહેલા કેસનો ચુકાદો મ્યુનિ.તંત્રની તરફેણમાં આવતા કાલુપુર વિસ્તારમાં દબાણ દૂર કરી પપ૦૦ ચોરસવાર પ્લોટનો મ્યુનિસીપાલ કોર્પોરેશન દ્વારા કબજાે મેળવવામાં આવ્યો હતો.