વડોદરાની પારૂલ યુનિવર્સિટીના 47 વિદ્યાર્થીઓ સાથે 31.90 લાખની છેતરપિંડી
વડોદરા, વડોદરાની પારૂલ યુનિ. ખાતે બહારથી અભ્યાસ માટે આવતા ૪૭ વિદ્યાર્થીઓ પાસે હોસ્ટેલ ફીના નામે રૂપિયા ૩૧,૯૦,૦૦૦ ખંખેરી લઈ છેતરપિંડી આચરતાં અને વાઘોડિયા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવા પામી છે. પોલીસે તપાસ શરૂ કરી છે. 31.90 lakh fraud involving 47 students of Parul University, Vadodara
વડોદરા નજીક આવેલ પારૂલ યુનિ.માં બહારથી ભણવા માટે આવતાં વિદ્યાર્થીઓ માટે યુનિ.માં ૩પ હોસ્ટેલો આવેલી છે જેમાં ૧૮ હજાર વિદ્યાર્થીઓ હોસ્ટેલમાં રહે છે જેમાં આયુસિંહ નંદેસિંહ રાજપૂત ચીફ રેકટર પારૂલ યુનિ.માં ૧૯ વર્ષથી ફરજ બજાવે છે. તેમની હાથ નીચે અરવિંદ પરમાર અને દ્રુપદ રાઉલ ફરજ બજાવે છે. તેઓ હોસ્ટેલમાં જે તે રૂમ ફાળવ્યા બાદ રજિસ્ટ્રેશન કરાવી હોસ્ટેલ ફી ભરાવે છે.
આ બધી હોસ્ટેલમાં મળીને ૧૦૩ જેટલા રેકટર તરીકે કામ કરે છે. તેઓએ વિદ્યાર્થીઓની હાજરી પૂરવાની અને ગેટ પાસ ઈસ્યુ કરવા સાથે સાફ-સફાઈ જેવી કામગીરી હોય છે ત્યારે ગત ૭મી જુલાઈ હોસ્ટેલમાં કેટલા રૂમ ખાલી છે, કેટલા રૂમ ભરેલા છે જેની તપાસ કરતાં જાણવા મળ્યું કે સરદાર ભવન હોસ્ટેલમાં ર૯ વિદ્યાર્થીઓને રૂમ ફાળવવામાં આવ્યા છે અને આ વિદ્યાર્થીઓએ ફી ભરેલ નથી.
તેવું ધ્યાન પર આવ્યું હતું જ્યારે ફી ની માગણી કરતા વિદ્યાર્થીઓએ રેકટર પવન બાબુશાલ તંવરને ફી આપી દીધી છે જ્યારે એક વિદ્યાર્થીએ તો ફોન પેના માધ્યમથી રૂપિયા ૯૬,૦૦૦ ફીની રકમ પવન તંવરને ચૂકવી આપી હોવાનું જણાવ્યું હતું જેથી પવન તંવરને બોલાવતા તે કોલેજ પ્રિમાઈસિસ છોડીને ચાલી ગયો હતો.
આ રેકટર પવન તંવર હોદ્દાનો દુરૂપયોગ કરીને ૪૭ વિદ્યાર્થીઓની હોસ્ટેલ ફીની રકમ રૂપિયા ૩૧.૯૦ લાખ જમા નહીં કરાવતા તેનો પોતાના ખાતામાં જમા કરાવતા યુનિ. અને વિદ્યાર્થીઓની સાથે છેતરપિંડી આચરી હોવાનું બહાર આવ્યું હતું.