ગ્રામ પંચાયતોમાં કામ કરતા ૩૧ ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો આંદોલનના માર્ગે

(તસ્વીરઃ પૂનમ પગી, વિરપુર) વિરપુર તાલુકામાં પંચાયત માં ફરજ બજાવતા VCE દ્રારા પોતાની પડતર માંગણીઓ બાબતે અગાઉ આંદોલન કર્યા હતા.વિરપુર તાલુકાના ગ્રામ પંચાયતોમાં કામ કરતા ૩૧ ઈ ગ્રામ કોમ્પ્યુટર સાહસિકો દ્રારા છેલ્લા કેટલાય સમયથી પડતર માંગણીઓ સંતોષવામાં ના આવત્તા
તેમને આજે તા.૮ સપ્ટેમ્બર થી કામગીરી થી વિમુખ રહી ને અચોક્કસ મુદતની હડતાળ ઉપર જવાની ચીમકી ઉચ્ચારી હતી. વિરપુર તાલુકા વિકાસ અધિકારીઅને મામલતદાર ને આવેદનપત્ર આપીને હડતાળ ની જાણ કરી હતી
વિરપુર તાલુકાના ગ્રામ પંચાયત કોમ્પ્યુટર ઓપરેટર સાહસિક મંડળ ના પ્રમુખ સુથાર વિષ્ણુભાઈ શાંતિલાલ ઉપપ્રમુખ રણજિતભાઈ બાબુભાઇ પરમાર અને મંત્રી રણજિતભાઈ જાલમભાઈ પરમાર તથા મીડિયા કન્વીનર જીગ્રેશભાઈ રમણભાઈ બારીયા તમામ ફઝ્રઈ ઉપસ્થિત રહી આવેદન પાઠવ્યું હતું.
ગુજરાત માં હાલમાં આંદોલન ની મોસમ ચાલી હોય એમ લાગે છેં જેમાં તાલુકા પંચાયતો માં સેવા બજાવતા ફઝ્રઈ દ્રારા પોતાની પડતર માંગણીઓને લઈને અગાઉ સરકાર સામે આંદોલન કર્યું હતું જેમાં મુખ્યમંત્રી અને પંચાયત મંત્રી દ્રારા તેઓની કમિટી બનાવીને માંગણીઓનું નિરાકરણ લાવવાની હૈયાધરણ આપવામાં આવી હતી
તેમ છતાં પણ આઠ મહિનાનો સમય વીતી ગયા છતાં કોઈ ર્નિણય ન લેવાતા વિરપુર તાલુકાની ગ્રામ પંચાયતો માં ફરજ બજાવતા ફઝ્રઈ દ્રારા વિરપુર તાલુકા વિકાસ અધિકારી અને મામલતદાર ને આવેદનપત્ર પાઠવ્યું હતું.