32મો રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો સંપન્ન, SIAMની વર્ચ્યુઅલ એજ્યુકેશન ગેલેરી આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની
અમદાવાદ, કેન્દ્રીય માર્ગ પરિવહન અને રાજમાર્ગ મંત્રાલય (MoRTH)ના નેજા હેઠળ સોસાયટી ઓફ ઇન્ડિયન ઓટોમોબાઇલ મેનુફેક્ચરર્સ (SIAM)એ આજે એનું એક મહિના લાંબું રાષ્ટ્રવ્યાપી અભિયાન 32મું રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિનો સંપન્ન કર્યું હતું, જેની થીમ હતી – ‘સડક સુરક્ષા જીવન રક્ષા.’
આ પહેલ અંતર્ગત SIAMએ મહિના દરમિયાન વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કર્યું હતું અને વર્ચ્યુઅલ રોડ સેફ્ટી એજ્યુકેશન ગેલેરી લોંચ કરી હતી, જે આખો મહિનો આકર્ષણનું મુખ્ય કેન્દ્ર બની હતી. માર્ગ સલામતી વિશે વિવિધ પક્ષો અને સાધારણ જનતાને જાગૃત કરવાના ઉદ્દેશ સાથે ડિઝાઇન કરેલી આ ગેલેરીએ માર્ગ પર સલામતી જાળવવા અંગે જાગૃતિ અને શિસ્ત ફેલાવી હતી તેમજ માર્ગ સલામતીની શ્રેષ્ઠ પદ્ધતિઓને પ્રોત્સાહન આપીને ડ્રાઇવરોના વર્તણૂંકમાં ફેરફારો લાવવાનો પ્રયાસ કર્યો હતો.
એક મહિના દરમિયાન SIAM એના સભ્યો અને વિવિધ પક્ષો સાથે અંદાજે એક મિલિયન નાગરિકો સુધી સફળતાપૂર્વક પહોંચ્યું હતું અને ‘સડક સુરક્ષા જીવન રક્ષા’નો સંદેશ ફેલાવ્યો હતો. SIAMએ ટ્રક, બસ અને થ્રી-વ્હીલરના ડ્રાઇવરો માટે માર્ગ સલામતી અંગે શ્રેણીબદ્ધ જાગૃતિ અને તાલીમ પહેલોનું આયોજન કર્યું હતું. તેમાં શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ, મહિલા રાઇડરો અને નાગરિકો પણ સહભાગી થયા હતા.
સાઇટ સેવર અને TCI ફાઉન્ડેશન સાથે SIAMએ ગુજરાતમાં ફ્રી હેલ્થ અને આઇ ચેક-અપ કેમ્પનું આયોજન કર્યું હતું, જેમાં રાષ્ટ્રીય માર્ગ સલામતી મહિના દરમિયાન STUs અને કમર્શિયલ વ્હિકલ ડ્રાઇવરો માટે વર્ચ્યુઅલ માર્ગ સલામતી જાગૃતિ સત્રોનું આયોજન પણ થયું હતું.
આ સત્રોનો ઉદ્દેશ ડ્રાઇવરોને તેમના આરોગ્ય અંગે જાણકારી આપવાનો તેમજ નિઃશુલ્ક દવાઓ અને ચશ્માઓ પ્રદાન કરવાનો હતો. ડ્રાઇવરો માટે માર્ગ સલામતી જાગૃતિ સત્રો દ્વારા SIAMએ માર્ગ પર ડ્રાઇવરોની પોતાની અને અન્ય લોકોની સલામતી માટે ડ્રાઇવિંગના નિયમો અને નિયમનો પર જાણકારી પ્રદાન કરી હતી.
સંપૂર્ણ કાર્યક્રમમાં સર્વાંગી અભિગમને વધારવા દેશભરમાં 25થી વધારે સ્થાનોમાં ડ્રાઇવરો માટે આરોગ્ય અને હેલ્થ ચેક-અપ કેમ્પનું આયોજન થયું હતું. ASRTU સાથે SIAMએ દેશભરમાં STU ડ્રાઇવરો માટે માર્ગ સલામતી માટે વર્ચ્યુઅલ વર્કશોપનું આયોજન કર્યું હતું, જેમાં 11,000થી વધારે ડ્રાઇવરોને તાલીમ આપવામાં આવી હતી.
વાહનની અવરજવર માટે સલામતીના ધારાધોરણો અને આચારસંહિતા વિશે લોકોને જાણકારી આપવા માર્ગ સલામતીના નેજા હેઠળ રાજ્યમાં અન્ય વિવિધ જાગૃતિ કાર્યક્રમોનું આયોજન પણ થયું હતું.
એક મહિના લાંબા માર્ગ સલામતી કાર્યક્રમો દરમિયાન SIAMએ માર્ગ પર સલામતી વધારવા માટે વ્હિકલ લોકેશન ટ્રેકિંગનો અમલ તથા વ્હિક્યુલર ટેકનોલોજી દ્વારા સલામતી લાવવા સલામતીના ધારાધોરણો અને સર્વાંગી અભિગમ પર માહિતીનો પ્રસાર કરવા અને જાગૃતિ લાવવા સલામત પરિવહન માટે વિકસતી ટેકનોલોજી પર બે વર્ચ્યુઅલ સેમિનારનું આયોજન પણ કર્યું હતું.
માર્ગ સલામતી મહિના પર SIAMના ડાયરેક્ટર જનરલ રાજેશ મેનને કહ્યું હતું કે, “SIAM સલામત રીતે વાહનોની અવરજવર પ્રત્યે હંમેશા પ્રતિબદ્ધ છે, જે માટે ભારતીય માર્ગોને સલામત બનાવવા માટે ટેકનોલોજી ઇનોવેશન અને શ્રેષ્ઠ પ્રેક્ટિસની સાથે જાહેર જનતા વચ્ચે જાગૃતિ લાવે છે. એક જવાબદાર સંસ્થા તરીકે SIAM તમામ માટે માર્ગ સલામતીનું મહત્ત્વ સારી રીતે સમજે છે તથા સલામતી પર અનેક કાર્યક્રમો અને પહેલો દ્વારા જાગૃતિ લાવવામાં મોખરે રહે છે.”
તમામ OEMs પાર્ટનર્સ એટલે કે અશોક લેલેન્ડ, હીરો મોટોકોર્પ, હુન્ડાઈ મોટર ઇન્ડિયા, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, એમ જી મોટર્સ, સ્કોડા ઓટો, ફોક્સવેગન ઇન્ડિયા અને ટાટા મોટર્સના સતત સાથસહકાર સાથે 18 જાન્યુઆરીથી 17 ફેબ્રુઆરી, 2021 સુધી વીડિયો, પ્રેઝન્ટેશન વગેરે દ્વારા માહિતી વહેંચવાથી દર્શકોને SIAM વર્ચ્યુઅલ રોડ સેફ્ટી એજ્યુકેશન ગેલેરી સાથે જોડવામાં મદદ મળી હતી.