મહિનામાં ૩૨ હજાર પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે પહોંચ્યા
અમદાવાદ, ચંદ્રની સપાટી સમુ કચ્છનું સફેદ રણ દેશ-વિદેશમાં પ્રખ્યાત થયું છે. ગત વર્ષ સુધી કોરોના મહામારીની અસર રણોત્સવ પર વર્તાઈ હતી.
ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર હળવો હોતાં રણોત્સવમાં પ્રવાસીઓનો અસલ ધસારો જાેવા મળે તેવી આશા ગુજરાત પ્રવાસન વિભાગ, કચ્છ જિલ્લા પ્રશાસન, તેમજ સ્થાનિક લોકોને હતી. અને તે મુજબ જ રણોત્સવના પહેલા મહિનામાં જ ૩૨ હજાર પ્રવાસીઓ સફેદ રણની મુલાકાતે પહોંચ્યા હતા. રણોત્સવ કચ્છની સંસ્કૃતિ, સભ્યતા, હસ્તકળા અને પ્રવાસનના વિવિધ પાસાઓને ઉજાગર કરે છે.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રોજેકટને સરકાર દર વર્ષે પ્રવાસનને લઈને વેગ આપી રહી છે. ગત વર્ષે પણ કોરોનાના કારણે આંશિક પાબંદી વચ્ચે લોકોએ અહીં આવી હળવાશની પળો માણી હતી. ત્યારે આ વર્ષે કોરોનાનો કહેર હળવો હોતાં ડોમેસ્ટિક તેમજ આંતરરાષ્ટ્રીય આવાગમન પર કોઈ કોઈ પ્રકારના પ્રતિબંધ ન હોતાં રણોત્સવમાં મોટા પ્રમાણમાં પ્રવાસીઓનો ધસારો જાેવા મળી રહ્યો છે.
ગત વર્ષે ૧૧૨ દિવસ ચાલેલા રણોત્સવ દરમિયાન કુલ ૧,૭૧,૩૬૦ પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી, જેમાંથી ૮૩ જેટલા વિદેશી પ્રવાસી હતા. ગ્રામ્ય મામલતદાર દ્વારા કુલ ૨૮,૧૨૦ પરમીટ આપવામાં આવી હતી જેમાંથી ૨૩,૮૮૮ લોકલ પરમીટનો સમાવેશ થાય છે ઉપરાંત ૪૨૩૦ ઓનલાઇન પરમીટ હતી. તો આ વર્ષે તંત્રને કુલ રૂ. ૧,૭૬,૩૮,૭૦૦ની આવક થઈ છે.
પ્રવાસન વિભાગ પાસેથી મળતી માહિતી મુજબ નવેમ્બર મહિનાની શરૂઆતમાં ચાલુ થયેલા રણોત્સવમાં એક મહિનામાં જ ૩૨ હજાર પ્રવાસીઓએ મુલાકાત લીધી હતી.
લાંબા ચોમાસા બાદ પાણી ભરેલા રણમાં લગ્નગાળા અને વિધાનસભાની ચૂંટણી વચ્ચે રણોત્સવના પહેલા મહિનામાં જ ૩૨ હજાર લોકોએ મુલાકાત લીધી હતી. ઉલ્લેખનીય છે કે, હવે રણમાં પાણી પણ સુકાવા પર છે અને ડિસેમ્બર જાન્યુઆરી મહિના વચ્ચે વિવિધ તહેવારો હોતાં આ બે મહિના દરમિયાન મોટી સંખ્યામાં પ્રવાસીઓ સફેદ રણની સુંદરતા જાેવા પહોંચશે.SS1MS