ગુજરાતમાં સ્કૂલોમાં શિક્ષકો અને પ્રિન્સિપાલોની ૩૨ હજારથી વધુ જગ્યા ખાલી
અમદાવાદ, ગુજરાતમાં સરકારી અને ગ્રાન્ટ-ઈન-એઈડ સ્કૂલોમાં શિક્ષકો અને પ્રિન્સિપાલોની ૩૨ હજારથી વધુ જગ્યા ખાલી છે અને ૯૦૬ સ્કૂલોમાં માત્ર એક જ શિક્ષક છે. 32000 posts of teachers and principals are vacant in schools in Gujarat
કોંગ્રેસના ધારાસભ્યોના પ્રશ્નોના જવાબમાં રાજ્યના શિક્ષણ મંત્રી કુબેર ડિંડોરે બુધવારે વિધાનસભામાં જણાવ્યું હતું કે, ડિસેમ્બર ૨૦૨૨ સુધીમાં રાજ્યમાં સરકારી અને ગ્રાન્ટ-ઇન-એઇડ ગુજરાતી અને ઈંગ્લિશ મીડિયમની સ્કૂલોમાં શિક્ષકોની ૨૯,૧૨૨ જગ્યા જ્યારે પ્રિન્સિપાલોની ૩,૫૫૨ જગ્યા ખાલી હતી. સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલા ડેટા દર્શાવે છે કે, આ આ ૩૨,૬૭૪ ખાલી જગ્યાઓમાંથી ૨૦,૬૭૮ સરકારી સ્કૂલોમાં અને ૧૧,૯૯૬ ગ્રાન્ટ-ઈન-એઈડ સ્કૂલોમાં છે.
સરકારી પ્રાથમિક સ્કૂલોમાં શિક્ષકોની ૧૭,૫૦૦થી વધુ જગ્યા ખાલી છે. કચ્છ જિલ્લામાં આવી ૧,૫૦૭ જગ્યા ખાલી છે, ત્યારબાદ દાહોદમાં ૧,૧૫૨ તો બનાસકાંઠામાં ૮૬૯ જગ્યા ખાલી છે. આ સિવાય રાજકોટમાં ૭૨૪ અને મહિસાગરમાં ૬૯૨ જગ્યા ખાલી છે.
જમાલપુરના ધારાસભ્ય ઈમરાન ખેડાવાલાના પ્રશ્નના જવાબમાં, રાજ્ય સરકારે જણાવ્યું હતું કે ૯૦૬ શાળાઓમાં માત્ર એક શિક્ષક છે જ્યારે અન્ય જગ્યા નિવૃતિ, બદલી અથવા અન્ય વહીવટી કારણોસર ખાલી છે. રાજ્યભરની સ્કૂલોમાં ૩૨ હજારથી વધુ શિક્ષકો અને પ્રિન્સિપાલોની જગ્યા ખાલી છે, જેની અસર વિદ્યાર્થીઓના ભણતર પર પડી રહી છે.
પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણના વર્ગ માટે આગામી સમયમાં પરીક્ષા શરૂ થવાની છે, તેવામાં કેટલીક સ્કૂલોમાં બધા વિષય એક જ શિક્ષક ભણાવતા હોવાથી તેમને પણ અભ્યાસક્રમ પૂરો કરવામાં ફાંફાં પડી રહ્યા છે. કોંગ્રેસના ધારાસભ્ય દ્વારા વિધાનસભામાં આ જ રજૂઆત કરવામાં આવી હતી અને કહ્યું હતું કે શિક્ષકોની ઘટના કારણે બાળકોને નુકસાન થઈ રહ્યું છે.
શિક્ષકોની જગ્યા ખાલી હોવાના કારણે બાળકોને ટ્યુશનમાં જઈને અભ્યાસ કરવો પડી રહ્યો છે. MBBS કરેલા ઘણા યુવાનો આજે બેરોજગાર છે ત્યારે ખાલી પડેલી જગ્યામાં તેમની ભરતી કરીને સરકારે રોજગારી આપવી જાેઈએ તેમ પણ તેમનું કહેવું હતું.SS1MS