લોધિકા-રીબડા-કોટડા સાંગાણીના 43 કિ.મી.ના રસ્તાઓના માટે 33 કરોડની સૈધાંતિક મંજુરી
રાજકોટ ગ્રામ્ય વિસ્તારના પ્રજાજનોની સુવિધામાં વધારો
રાજકોટ લોધિકા, રીબડા અને કોટડા સાંગાણીના ગ્રામ્ય વિસ્તારમાં આવતા રોડ રસ્તાઓની હાલત ઘણા સમયથી ખરાબ હતી જેની રજુઆત મહિલા અને બેળ કલ્યાણ મંત્રીશ્રી ભાનુબેન બાબરીયાને કરવામાં આવી હતી. જર્જરીત રસ્તાઓના કારણે સ્થાનિક પ્રજાજનોને હાલાકી ભોગવવી પડતી હતી. આથી પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓ દ્વારા આ ખરાબ રોડના નવીનીકરણ, રીસરફેસ તેમજ મજબૂતીકરણ માટે રજુઆત કરવામાં આવી હતી. 33 crores in-principle sanction for 43 km of Lodhika-Rebda-Kotda Sangani roads Rajkot Gujarat
મંત્રીશ્રી બાબરીયાએ પ્રજાજનો અને લોક પ્રતિનિધીઓની રજૂઆતને ધ્યાને લઈ ગ્રામ્ય વિસ્તારની પ્રજાજનોની સુરક્ષા અને સરળતા હેતું માટે આ બાબત સત્વરે મુખ્યમંત્રીશ્રીના ધ્યાને મુકી હતી.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે સર્વગ્રાહી વિકાસની નેમ સાથે લોક પ્રજાજનોની સુખાકારી અને સુવિધાઓમાં વધારો કરતા લોધિકા-થોરડી-પાટીયાળી રોડનો અંદાજિત 12 km ના રસ્તા માટે રૂ.575 લાખ તેમજ લોધિકા-રીબડા-કોટડાસાંગાણીનો અંદાજિત 31 kmના રસ્તાના નવીનીકરણ, મજબૂતીકરણ, રીસરફેસિંગ કરવા રૂ.2777.25 લાખની સૈદ્ધાંતિક મંજુરી આપી હતી. આમ કુલ 43 kmના રસ્તાઓના માટે કુલ રૂ. 3352.25 લાખની સૈધાંતિક મંજુરી આપી છે.
રાજકોટ-ગોંડલને જોડતો આ મુખ્ય માર્ગની આસપાસના 50 વધુ ગામડાઓને તેનો લાભ મળશે.