ગાઝામાં ઇઝરાયેલના હુમલામાં ૩૩ બંધકોનાં મોત: હમાસ
નવી દિલ્હી, આશરે ૧૪ મહિનાથી લડાઇ લડી રહેલા હમાસે જાહેર કર્યું છે કે, ગાઝા પટ્ટી પર કરાયેલા ઇઝરાયેલના જુદાજુદા હુમલામાં ૩૩ ઇઝરાયેલી બંધકોના મૃત્યુ થયા છે. જ્યારે અન્ય કેટલાક લાપતા છે.
હમાસે સોમવારે પોસ્ટ કરેલા વીડિયોમાં માહિતી આપી હતી. જેમાં ગાઝાના વિવિધ વિસ્તારોમાં બંધકોને રાખવામાં આવ્યા હતા એ વિસ્તારોમાં ઇઝરાયેલના અગાઉના હુમલાના ફૂટેજ હતા.
હમાસે જણાવ્યું હતું કે, “ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુના સતત આક્રમણને કારણે દુશ્મનોના કેદીઓના મૃત્યુ વધી રહ્યા છે.” તેણે ઇઝરાયેલને ચેતવણી આપી હતી કે, “લડાઇ આવી રીતે ચાલુ રહેશે તો તમે હંમેશા માટે બંધકોને ગુમાવી દેશો. એટલે મોડું થાય એ પહેલાં પગલાં લો.”
હમાસની લશ્કરી શાખા અલ-કાસમ બ્રિગેડ્સે શનિવારે જારી કરેલા વીડિયોના બે દિવસ પછી હમાસે વીડિયો પોસ્ટ કર્યાે છે. અલ-કાસમના વીડિયોમાં અમેરિકાનું નાગરિકત્વ ધરાવતા ઇઝરાયેલના કેદીને ગાઝામાં બંધક તરીકે દર્શાવાયો હતો.
એડન એલેક્ઝાંડર નામની વ્યક્તિએ જણાવ્યું હતું કે, “મને ૪૨૦ કરતાં પણ વધુ દિવસથી બંધ તરીકે રાખવામાં આવ્યો છે.” તેણે ઇઝરાયેલની સરકાર અને નવા અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પને ગાઝામાં રહેલા બાકીના બંધકોને છોડાવવાની વિનંતી કરી હતી.
દરમિયાન ઇઝરાયેલના લશ્કરે સોમવારે જાહેર કર્યું હતું કે, “અગાઉ ગાઝામાં બંધક તરીકે હોવાનું મનાતા ઇઝરાયેલી-અમેરિકન સૈનિક મૃત્યુ પામ્યો હોવાની આશંકા છે.”
લશ્કરના નિવેદનમાં જણાવ્યા અનુસાર ૨૧ વર્ષના સૈનિકની ઓળક કેપ્ટન ઓમર મેક્સિમ ન્યુટ્રા તરીકે થઈ હતી. તે ૭ ઓક્ટોબર, ૨૦૨૩ના રોજ હમાસના અણધાર્યા હુમલામાં માર્યાે ગયો હતો.
ઇઝરાયેલી લશ્કરના જણાવ્યા અનુસાર ન્યુટ્રાનો મૃતદેહ હમાસે ગાઝામાં રાખ્યો છે.નેતન્યાહુનો હિઝબુલ્લા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામીન નેતન્યાહુએ હિઝબુલ્લા પર યુદ્ધવિરામના ઉલ્લંઘનનો આરોપ મૂક્યો છે. તેમણે હિઝબુલ્લાના મોર્ટાર હુમલાના વળતા જવાબની પણ ચેતવણી આપી છે.
હિઝબુલ્લાએ બે મોર્ટાર દ્વારા હુમલો કર્યાે હતો, જે ખુલ્લી જગ્યામાં પડ્યા હતા. નેતન્યાહુએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું હતું કે, “હિઝબુલ્લાનો હુમલો યુદ્ધવિરામનું ગંભીર ઉલ્લંઘન છે. તેને લીધે ઇઝરાયેલને જવાબ આપવાની ફરજ પડશે.” ઉલ્લેખનીય છે કે, ઇઝરાયેલ અને હિઝબુલ્લા વચ્ચે ૨૭ સપ્ટેમ્બરથી યુદ્ધવિરામ લાગુ કરાયો છે.
નેતન્યાહુએ કહ્યું હતું કે, “અમે યુદ્ધવિરામના પાલન માટે કટિબદ્ધ છીએ. જોકે, હિઝબુલ્લાના કોઇ પણ પ્રકારના ઉલ્લંઘનનો અમે જવાબ આપીશું.” ઇઝરાયેલના સંરક્ષણ મંત્રી ઇઝરાયેલ કેટ્ઝે પણ જડબાતોડ જવાબની ચેતવણી આપી હતી.જેરુસલેમઃ હિઝબુલ્લા સાથે ગયા સપ્તાહે યુદ્ધવિરામની જાહેરાત કર્યા પછી ઇઝરાયેલે લેબેનોન પર મોટો હવાઇ હુમલો કર્યાે છે. જેમાં સોમવારે ૧૧ લોકોના મોત થયા હતા.
લેબેનોનના આતંકવાદી જૂથના હુમલાને પગલે ઇઝરાયેલે વળતો જવાબ આપ્યો હતો. આતંકી જૂથે ઇઝરાયેલના લશ્કર પર તોપમારો કર્યાે હતો. જેને ઇઝરાયેલે યુદ્ધવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું હતું. ઉલ્લેખનીય છે કે, બંને વચ્ચે ૬૦ દિવસનો યુદ્ધવિરામ ગયા બુધવારથી અમલી બન્યો હતો. જોકે, તાજેતરના ઘર્ષણથી યુદ્ધવિરામ પર પ્રશ્નાર્થ ઊભો થયો છે.
દરમિયાન અમેરિકન પ્રેસિડેન્ટ ડોનલ્ડ ટ્રમ્પે ગાઝામાં હમાસ દ્વારા ઇઝરાયેલના બંધકોને તેમની શપથવિધી પહેલાં છોડી મૂકવાની ચેતવણી આપી હતી.SS1MS