Western Times News

Gujarati News

33 લાખની પેટ્રોલપંપના મેનેજરે ઉઠાંતરી કરી ત્યાં સુધી માલિકને ખબર ન પડી

Files Photo

લાખણી, ડીસા તાલુકાના ચોરા ગામે હાઈવે ઉપર આવેલા જય સતી માતા પેટ્રોલપંપ પરના મેનેજરે કુલ રૂ.૩૩,પ૭,૪૩૭ પોતાના અંગત કામોમાં વાપરી દઈ પેટ્રોલપંપ માલિક સાથે વિશ્વાસઘાત કરતા પંપના માલિકે આ અંગે આગથળા પોલીસ સ્ટેશને ફરિયાદ નોંધાવી હતી.

ડીસા તાલુકાના ચોરા ગામે ચાલતા જય સતીમાતા પેટ્રોલપંપ ઉપર મેનેજર તરીકે જીતેન્દ્રકુમાર અમરતલાલ પ્રજાપતિ (મૂળ રહે. ધાનેરા, હાલ. રહે. કોજરા તા.પીંડવાડા જિ. સિરોહી, રાજસ્થાન) એ તા.૧૦ ઓગસ્ટ ર૦રરથી તા.૩૧ માર્ચ ર૦ર૩ સુધી નોકરી કરી હતી.

આ સમયગાળા દરમિયાન પેટ્રોલપંપના નાણાંકીય વ્યવહાર રજિસ્ટરો નીભાવવાની જવાબદારી પેટ્રોલપંપ માલિકે વિશ્વાસ રાખીને મેનેજરને સોંપી હતી. તે દરમિયાન મેનેજર જીતેન્દ્રકુમાર પ્રજાપતિએ પંપ ઉપર ચાલતા પેટ્રોલ-ડીઝલના ઉધાર તેમજ રોકડમાં ચાલતા કુલ રર ગ્રાહકોના ખાતામાં ગ્રાહકો પાસેથી કુલ રૂ.ર૭,૪૦,૦ર૩ લઈ લીધેલા હોવા છતા રોજમેળે જમા ના કરતા

તેમજ ડીએસઆર રજિસ્ટર મુજબ પેટ્રોલ લિટર ર૦ર૬ કિ. રૂ.૧,૯૩,૬૮૬ તથા ડીઝલ લિટર ૪૬૩૮ કિ. રૂ.૪,ર૩,ર૮નું વેચાણ કરી તેના કુલ રૂ.૬,૧૭,૪૧૪ રોજમેળ રજિસ્ટરે જમા નહી કરી અને આપ્યા નહોતા.

આમ કુલ રૂ.૩૩,પ૭,૪૩૭ જીતેન્દ્રકુમારે પોતાના અંગત કામોમાં વાપરી પેટ્રોલપંપ માલિક સાથે વિશ્વાસઘાત કરતાં મોડસિંહ કિશોરસિંહ બારોટે આગથળા પોલીસ સ્ટેશનમાં જીતેન્દ્રકુમાર વિરૂદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી હતી.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.