અમદાવાદમાં 6 વર્ષ સુધીના 27 બાળક સહિત સ્વાઈનફલુના 336 કેસ
મ્યુનિ.કોર્પોરેશનની હોસ્પીટલમાં સ્વાઈનફલુના દર્દીની સારવાર માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત
અમદાવાદમાં કોરોના સંક્રમણની સાથે સ્વાઈન ફલુની નવી આફત શહેરીજનો ઉપર આવી પડી છે. ઓગષ્ટ મહીનામાં શહેરમાં છ વર્ષ સુધીની વય ધરાવતા ર૭ બાળક સહીત સ્વાઈન ફલુનાં કુલ ૩૩૬ કેસ અત્યાર સુધીમાં નોધાઈ ગયા છે.
સ્વાઈન ફલુના કેસમાં એકાએક થયેલા વધારાના પગલે મ્યુનિસીપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પીટલોમાં સ્વાઈન ફલુના દર્દીઓને સારવાર આપવા માટે આઈસોલેશન વોર્ડ કાર્યરત કરવામાં આવ્યા છે.
ઓગષ્ટ મહીનામાં આરંભથી શહેરમાં કોરોના ઉપરાંત સ્વાઈન ફલુના કેસની સંખ્યામાં પણ ખુબ ઝડપથી વધારો થવા પામ્યો છે. મ્યુનિસીપલ કોર્પોરેશનના એડીશનલ મેડીકલ ઓફીસર ઓફ હેલ્થ ડોકટર ભાવીન જાેશીએ પ્રતીક્રિયા આપતા કહયું આ મહીનાથી શરૂઆતથી અત્યાર સુધીમાં સ્વાઈન ફલુના ૩૩૬ કેસ નોધાવા પામ્યા છે.
એમાં ૬ વર્ષ સુધીના ર૭ બાળકોમાં પણ સ્વાઈન ફલુના લક્ષણ જાેવા મળ્યા છે. ૬થી૧પ વય જુથના કુલ ૬૮ બાળક સ્વાઈન ફલુ સંક્રમીત થયા છે. ૧૬ થી૪૦ વય જુથના ૮૪ લોકો સ્વાઈન ફલુ ગ્રસ્ત થયા છે. ૪૧થીપપ વયના ૭૯ લોકો સ્વાઈનફલુનો શિકાર બન્યાં છે. પ૬થી વધુ વય ધરાવતા ૭૮ લોકોમાં સ્વાઈનફલુના લક્ષણ જાેવા મળ્યા છે.
સ્વાઈન ફલુના વધતા જતા કેસને ધ્યાનમાં લઈ મ્યુનિસીપલ કોર્પોરેશન હસ્તકની હોસ્પીટલમાં દર્દીઓને સારવાર આપવા આઈસોલેશન વોર્ડ શરૂ કરાયા છે. જુલાઈ મહીનામાં શહેરમાં સ્વાઈન ફલુના ૩૦થી વધુ કેસ નોધાયા હતા. સ્વાઈનફલુને ત્રણ કેટેગરીમાં મુકવામાં આવતો હોય છે.
એ કેટેગરીમાં શરદી, ખાંસી, તાવ આવવા જેવા ચિનહ દર્દીઓ જાેવા મળતા હોય છે. બી કેટેગરીમાં દર્દી કોર્મોબિડ એટલે કે બીજી બીમારી ધરાવતો હોય અને હાઈ ટેમ્પરેચર રહેતું હોય. ત્રીજી સી-કેટેગરીમાં દર્દીમાં ન્યુમોનીયાની અસર જાેવા મળતી હોય ઉપરાંત ફેફસા પર અસર જાેવા મળતી હોય છે.