Western Times News

Gujarati News

340 કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જથ્થો ઝડપાયો

પ્રતિકાત્મક

(એજન્સી)અમદાવાદ, મ્યુનિસિપલ કોર્પાેરેસનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગ દ્વારા તેના નિયમોના ઉલ્લંઘનના મામલે જે તે ઝોનમાં દૈનિક ધોરણએ તપાસ હાથ ધરાઈ રહી છે, જે અંતર્ગત પ્રતિબંધિત પ્લાસ્ટિકના વપરાશ, વેચાણ, સંગ્રહ અનએ ઉત્પાદન કરતાં ધંધાકીય એકમો, પેપર કપનો ઉપયોગ, વેચાણ અને સંગ્રહ કરતાં એકમો તથા જાહેર રોડ પર કચરો ફેંકીને ગંદકી કરનારા એકમો સામે કડક પગલાં લેવાઈ રહ્યાં છે.

આ કામગીરી હેઠળ શહેરના પૂર્વ ઝોનમાં તંત્રએ વસ્ત્રાલના શ્રી કુળદેવી ડિસ્પોઝેબલ હાઉસમાંથી ૩૪૦ કિલોગ્રામ પ્રતિબંધિત પ્લાસ્ટિકનો જત્થો જપ્ત કર્યાે હતો અને કસૂરવાર ધંધાર્થીની દુકાન તેમજ ગોડાઉનને સીલ કરી દેવામાં આવ્યું હતું.

પૂર્વ ઝોનના સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગની ટીમ દ્વારા ચાની કીટલી પર પેપર કપ ક્યાંથી લાવ્યા તેમ પુછતાં બાજુમાં આવેલી કરિયણાના સ્ટોર પરથી લાવ્યા હોવાની માહિતી તંત્રને જાણવા મળી હતી. આ માહિતીના આધારે સત્તાવાળાઓએ કરિયાણાના સ્ટોરમાં તપાસ કરી પ્રતિબંધિત પેપર કપના ેજથ્થો જપ્ત કર્યા ેહતો અને તેને તાળાં મારી દીધાં હતાં. ત્યારબાદ આ અંગે વધુ તપાસ હાથ ધરતાં આ દુકાનદારે વસ્ત્રાલના શ્રી કુળદેવી ડિસ્પોઝેબલ હાઉસમાંથી પ્રતિબંધિત પેપર કપ ખરીદ્યા હોવાનું માલૂમ પડ્યું હતું.

સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના એક અધિકારી મળેલી માહિતીના આધારે શ્રી કુળદેવી ડિસ્પોઝેબલ હાઉસ ગયા હતા, પરંતુ ત્યાં પેપર કપ નજરે ન પડતાં તેમણએ ગ્રાહક બનીને દુકાનદારને એક હજાર પેપર કપ ખરીદવાની વાત કરી હતી. ગ્રાહકની માંગણી મુજબ દુકાનદારે તેના ગોડાઉન પરથી પેપર કપ લાવી આપ્યા હતા.

આમ, સોલિડ વેસ્ટ મેનેજમેન્ટ વિભાગના અધિકારીએ નકલી ગ્રાહક બનીને પ્રતિબંધિત પેપર કપ મેળવતાં વસ્ત્રાલ તથા રામોલ વોર્ડની સંયુક્ત ટીમને બોલાવી તેમણે ગોડાઉન તથા દુકાનની તપાસ હાથ ધરી હતી. જે દરમિયાન ૩૪૦ કિલો પ્રતિબંધિત પ્લાસ્ટિકની ઝભલા થેલી અને પ્લાસ્ટિક કપ મળી આવ્યા હતા.

આ ઉપરાંત સોલિટ વેસ્ટ મેનેજમેન્ટ રૂલ્લસર અને પ્લાસ્ટિક રૂલ્સના ભંગ બદલ તંત્રએ વસ્ત્રાલના રતનપુરાના મહારૂદ્ર હાઈટ્‌સની ઈલેક્ટ્રોનિક દુકાન, આરસીસી રોડના શાશ્વત મહાદેવ-૧ પાસેના મહાદેવ પાન પાર્લર, રામોલના ન્યૂ મણિનગરની ફ્રૂટની દુકાન, અમરાઈવાડીના આઝાદચોકના અગ્રવાલ સિલેક્શન, નિકોલના શુકન રોડ પરના પાન પાર્લર અને જય ખોડિયાર હાર્ડવેર તેમજ

ઓઢવના કર્મ ગેસ રોડના દુર્ગા ટ્રેડર્સ, આપા હોટલ રોડના કેરાળા ટાયર સર્વિસ, ૧૦૦ ફૂટ રોડ પરના રામદેવ ટાયર્સ, ઓઢવના રબારી વસાહત રોડ પર ભંગારની દુકાન અને મહાકાળી પસ્તી ભંડાર, ભાઈપુરાના કર્ણાવતી રોડ પરના શ્રી ઓમ પાન પાર્લર, વિરાટનગરના માધવ કોમ્પ્લેક્સના બજરંગ પસ્તી ભંડાર અને ભારત એસ્ટેટ સામેના હિન્દ ફ્રાય એન્ડ ચાઈનીઝ સામે કુલ ૧૬ એકમોને તળા મારી દેતાં કસુરવાર ધંધાર્થીઓમાં ભારે ફફડાટ ફેલાઈ ગયો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.