સંજય છેલની સદાબહાર રોમેન્ટિક કોમેડી ‘ખૂબસુરત’ને ૨૫ વર્ષ થયાં
આ ફિલ્મમાં સંજય દત્તે પહેલો રોમેન્ટિક કોમેડી રોલ કર્યાે હતો
એક્શન હીરો તરીકે ઓળખ જમાવનારા સંજય દત્તે ‘ખૂબસુરત’થી પોતાની કરિયરમાં મોટો બદલાવ લાવી દીધો હતો
મુંબઈ,ભારતીય સિનેમાની સદાબહાર રોમેન્ટિક કોમેડી ‘ખૂબસુરત’ની રિલીઝને ૨૫ વર્ષ પૂરાં થયાં છે. સંજય છેલ લિખિત અને દિગ્દર્શિત આ ફિલ્મમાં સંજય દત્ત અને ઉર્મિલા માંતોડકર લીડ રોલમાં હતા. ૨૬ નવેમ્બર ૧૯૯૯ના રોજ રિલીઝ થયેલી આ ફિલ્મમાં સંજય છેલે ચીલાચાલુ રોમેન્ટિક સ્ટોરીના બદલે નવો ચીલો ચાતર્યાે હતો અને લીડ સ્ટાર્સના યાદગાર પરફોર્મન્સે તેને દરેક પેઢીમાં લોકપ્રિય બનાવી છે. એક્શન હીરો તરીકે ઓળખ જમાવનારા સંજય દત્તે ‘ખૂબસુરત’થી પોતાની કરિયરમાં મોટો બદલાવ લાવી દીધો હતો.
તેમણે પ્રથમ વખત રોમેન્ટિક કોમેડી રોલ કર્યાે હતો. સંજય દત્તના હેન્ડસમ અને ચા‹મગ લૂક પર ઓડિયન્સ ઓવારી ગયુ હતું. ઉર્મિલા માંતોડકરના રોલમાં નવીનતાની સાથે સંવેદનાનું ઊંડાણ હતું અને આ બંનેની જોડીએ ફિલ્મમાં પ્રાણ પૂરી દીધા હતા. રાહુલ સુઘડે પ્રોડ્યુસ કરેલી આ ફિલ્મ ૧૯૯૯માં સિલ્વર જ્યુબિલિ કરી શકી હતી. મલ્ટિપ્લેક્સનો ઉદભવ શરૂ થયો હતો, તેવા દોરમાં આવેલી ‘ખૂબસુરત’ વર્ષની સૌથી વધુ સફળ ફિલ્મોની યાદીમાં હતી. ઓમપુરી, ફરિદા જલાલ, અશોક સરાફ, જતિન કણકિયા, સુપ્રિયા પિલગાંવકર અને અંજન શ્રીવાસ્તવ પણ મહત્ત્વના રોલમાં હતા. ‘રંગીલા’ અને ‘ફિર ભી દિલ હૈ હિન્દુસ્તાની’ જેવા સફળ સર્જનો આપનારા રાઈટર-ડાયરેક્ટર સંજય છેલએ આ ફિલ્મથી નવું સિમાચિહ્ન બનાવ્યુ હતું.
રમૂજની સાથે સંવેદનાની જીવંત રજૂઆતના કારણે ઓડિયન્સ જકડાયેલુ રહ્યુ હતું. સંજય છેલે ૩૦થી વધુ ફિલ્મોમાં કામ કરેલું છે, પરંતુ ડાયરેક્ટર તરીકે તેમના સૌથી વધુ યાદગાર સર્જનમાં ‘ખૂબસુરત’નો સમાવેશ થાય છે. જતિન-લલિતનું મ્યૂઝિક તથા ગુલઝાર-સંજય છેલના ગીતો ઉપરાંત સંજય દત્ત પોતે આ ફિલ્મમાં ગાયક બન્યા હતા. ઉર્મિલા માંતોડકરે ‘ખૂબસુરત’ના સિલ્વર જ્યુબિલિ વર્ષ નિમિત્તે તેને સ્પેશિયલ ફિલ્મ ગણાવી હતી. યુવતી પોતાની આંતરિક સુંદરતાને કઈ રીતે ઓળખે છે અને આત્મવિશ્વાસ મેળવે છે, તેની આ સ્ટોરી હતી. સંગીતકાર જતિન-લલિત પંડિતે સરળ અને હૃદયસ્પર્શી ગીતોમાં આવેલા ઊંડાણ બદલ સંજય છેલની પ્રશંસા કરી હતી.
૨૫ વર્ષ પછી પણ ઓડિયન્સને આ ગીતો સાંભળવા ગમી રહ્યા છે, તે બદલ ગૌરવની લાગણી વ્યક્ત કરી હતી. ડાયરેક્ટર સંજય છેલનું માનવું છે કે, સંજય દત્તે મારામાં વિશ્વાસ મૂક્યો હતો અને પ્રથમ વખત પોતાની એક્શન હીરો ઈમેજમાંથી બહાર આવ્યા હતા. ‘એય શિવાની’ ગીત અનોખુ હતું અને આ ટ્રેક સંજય દત્તે સૂચવેલુ હતું. આ લિરિક્સ મેં લખેલુ હતું, પણ સંજય દત્તને એટલું બધું ગમી ગયું કે તેમણે તેને ગાવાનું નક્કી કર્યું હતું. માત્ર ૧૫ મિનિટમાં તેનું રેકો‹ડગ થયું હતું. ss1