Western Times News

Gujarati News

૩૫ ગેરકાયદે કોલ સેન્ટરો પર અમદાવાદમાં CBIની તપાસ

અમદાવાદમાં દિલ્હી સીબીઆઈના સામૂહિક દરોડા

અમદાવાદ, ભારતમાં ગેરકાયદેસર કોલસેન્ટરમાંથી અમેરિકન નાગરિકોને ઈન્શ્યોરન્સ અને લોનનાં હપ્તા બાબતે બોગસ ફોન કરી તેઓને ધાક-ધમકી આપી રૂપિયા પડાવવાના નેટવર્ક પર એફબીઆઈની સતત નજર રહેલી છે.

તાજેતરમાં જ એફબીઆઈએ આ અંગે સીબીઆઈને ચોક્કસ સ્થળ સાથેની માહિતી આપતાં સીબીઆઈના અધિકારીઓએ ગુજરાત પોલીસને જાણ કર્યા વગર જ અમદાવાદ અને આસપાસના ૩૫ સ્થળો ઉપર ચાલતાં આવા કોલસેન્ટરો ઉપર દરોડા પાડતાં સનસનાટી મચી ગઈ છે. આ સમગ્ર પ્રક્રિયામાં પોલીસતંત્ર ઉંઘતુ ઝડપાયું છે. દરોડાની કામગીરી ગઈકાલ મોડીરાતથી શરૂ થઈ હતી અને આજે પણ ચાલુ છે. કામગીરી પૂર્ણ થયા બાદ કેટલાંક ચોંકાવનારા ખુલાસા થાય તેવી સંપૂર્ણ શક્યતા છે.

અમેરિકાની ફેડેરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશનએ ઇનપુટ આપ્યા હતા કે, ગોવા, હૈદરાબાદ, વિશાખાપટ્ટનમ અને કોલકત્તામાં કેટલાક એવા કોલસેન્ટર ચાલી રહ્યા છે, જેની અંદર વિદેશી નાગરિકોને લૂંટવાનો પ્રયાસ થઈ રહ્યો છે. આ ઇનપુટના આધારે તપાસ શરૂ થઈ અને તેનું પગેરું અમદાવાદમાં નીકળ્યુ છે. કોલ સેન્ટરના નામે વિદેશી નાગરિકોને છેતરીને તેમની પાસેથી પૈસા પડાવવાની આખી સિસ્ટમ છે અને ઘણા લોકો પાસેથી પૈસા પડાવવાના કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. અગાઉ સીબીઆઈએ આ મામલે દરોડા પાડ્‌યા હતા.

૩૫૦ લોકોની સીબીઆઈની ટીમે ગુજરાતમાં ૩૫ જગ્યાએ દરોડા પાડ્‌યા છે. જેમાં અમદાવાદ શહેર અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે કોલ સેન્ટરો ચાલતા હોવાનું બહાર આવ્યું છે. આ અંગે ગાંધીનગર સ્થિત ગુજરાત પોલીસ કચેરીને પણ જાણ થઈ છે અને જરૂર પડ્‌યે તેમની મદદ લેવા જણાવ્યું છે.

અમદાવાદમાં બેઠા બેઠા વિદેશી નાગરિકોને ચૂનો લગાવતા લોકો સામે કડક કાર્યવાહી થઈ રહી છે. કોલ સેન્ટરની આડમાં અહીં એવા ગોરખધંધા થતાં હતા જેનો પોલીસે પર્દાફાશ કર્યો છે. અમદાવાદ શહેર અને આસપાસની જગ્યાએ અંદાજે ૩૫ જેટલાં કોલ સેન્ટર પર દિલ્હી સીબીઆઈની ટીમે દરોડા પાડ્યા છે. ગઈકાલે મોડી રાતથી આ દરોડા ચાલી રહ્યા છે.

જેમાં અમદાવાદ શહેરના પૂર્વ વિસ્તારમાં કેટલાંક કોલ સેન્ટર હોવાની પણ વાત સામે આવી રહી છે. એટલું જ નહીં આ કોલ સેન્ટરની રેડમાં સ્થાનિક પોલીસને જાણ કર્યા વગર સીબીઆઈના ૩૫૦થી વધુ લોકો ગઈકાલે અમદાવાદ આવી પહોંચ્યા હતા અને આખી રાત રેડ ચાલુ રાખી હતી.

ગુજરાતમાં સતત ફાયબર ફ્રોડના કેસ વધી રહ્યા છે, ત્યારે શહેરમાં ચાલતા વિવિધ કોલ સેન્ટરો દ્વારા વિદેશી નાગરિકોને પોતાની જાળમાં ફસાવી લોકોના રૂપિયા પડાવી લેવામાં આવતા હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે. વિદેશી નાગરિકોને ફસાવીને તેમના રૂપિયા પડાવતી આખી સિસ્ટમ કોલ સેન્ટરના નામે ચાલતી હોય છે અને તેમાં અનેક લોકોના રૂપિયા પડાવી લેતા હોવાના કિસ્સા સામે આવ્યા છે.

અગાઉ એફબીઆઈએ આ સંદર્ભે રેડ કરી હતી. ત્યારે ફરી એક વખત ગુજરાતમાં સીબીઆઇની ૩૫૦ લોકોની ટીમ ૩૫ જગ્યાએ દરોડા પાડ્યા હોવાનું સામે આવી રહ્યું છે. જેના લીધે સાયબર ફ્રોડની ટુકડીમાં ખળભળાટ વ્યાપી જવા પામ્યો છે.

વિદેશી નાગરિકોને છેતરવાની આ વિગતો સીબીઆઈને જાણવા મળી હતી. જે આધારે તેમણે રેડ કરી છે. હજી રેડમાં શું નીકળ્યું છે તે જાણવા મળ્યું નથી. પરંતુ આ શંકાને આધારે ખૂબ મોટી રેડ અમદાવાદમાં ચાલી રહી છે. ત્યારબાદ હજી પણ આ પ્રક્રિયા ચાલી રહી છે. ગાંધીનગરના પોલીસ અધિકારીઓને પણ આ અંગે જાણ કરવામાં આવી છે અને તેઓ જરૂર પડે  FBIની ટીમ સંપર્ક કરશે તો તેમની મદદ પણ લેશે તેવું જણાવી રહ્યા છે.

અમેરિકન નાગરિકોને તેમના લોન અથવા ક્રેડિટ કાર્ડના નામે ડરાવીને તેમની પાસેથી ડોલર પડાવવાના રેકેટનો અગાઉ પણ અનેક વખત પર્દાફાશ થયો હતો. જેમાં મોટા કોલ સેન્ટરના માફિયાઓ અબજો રૂપિયા ઘરભેગા કરી દીધા છે. અહીં કોલ સેન્ટર માફિયા નવા જરૂરિયાતમંદ યુવાનોને મોટા રૂપિયા આપવાની લાલચ આપીને કોલ સેન્ટર ચલાવડાવે છે અને તેમાં લોકોને ફસાવીને આખી સિસ્ટમમાં ડોલર ભેગા કરી લેતા હોય છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.