Western Times News

Gujarati News

ઇન્દોર મંદિર દુર્ઘટનામાં અત્યાર સુધી ૩૫ લોકોના મોત

નવી દિલ્હી, મધ્ય પ્રદેશમાં ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં રામનવમીના દિવસે એટલે, ૩૦ માર્ચે મોટી દુર્ઘટના થઈ ગઈ હતી. આ દુર્ઘટનામાં મૃતઆંક વધીને ૩૫ થઇ ગયો છે. જેમાં કચ્છનાં ૧૧ લોકોનાં મોત થયાનું સામે આવ્યુ છે. 35 people died in the Indore temple disaster

કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના ૧૧ લોકોના મોત નીપજ્યા છે. નોંધનીય છે કે, જે સમયે દુર્ઘટના થઈ ત્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા. આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા.

આ કુવો ૪૦ ફુટ ઊંડો છે. તેમાં ૭ ફુટ સુધી પાણી ભરેલું હતું. આ મોટી દુર્ઘટનામાં રાત સુધી આ આંક ૧૫ની અંદર હતો. પરંતુ મોડી રાત્રે ૧૨ વાગ્યે સેનાએ મોરચો સંભાળ્યો હતો. જે બાદ સેનાના જવાનોએ ૫ કલાકમાં ૨૧ મૃતદેહ બહાર કાઢ્યા હતા. મળતી માહિતી પ્રમાણે, હાલ મૃતઆંક ૩૫ પર પહોંચ્યો છે.

જેમાં કચ્છના નખત્રાણા, માંડવી,ભુજ તાલુકાના ૧૧ લોકોના મોત નીપજ્યા છે. આ તમામ લોકો ત્યાંના જ રહેવાસી હતા. ગુજરાતી મૃતકોનાં નામ નીચે પ્રમાણે છે. પીએમ મોદીએ ઈન્દોર દુર્ઘટના પર રાહતની જાહેરાત કરી છે. તેમણે ઘટનામાં મૃતક પરિવારને ૨ લાખ અને ઘાયલોને ૫૦ હજાર આપવાની જાહેરાત કરી છે. બીજી તરફ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે ઘટનાને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી.

અને મૃતકોના પરિવારને ૫-૫ લાખ રૂપિયા આપવાની જાહેરાત કરી છે. ઈન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં ઘટેલી દુર્ઘટના પર કલેક્ટર તથા જિલ્લા અધિકારી ડો. ઈલૈયા રાજા ટીએ મજિસ્ટ્રિયલ તપાસના આદેશ આપ્યા છે.

તેમણે જણાવ્યું છે કે, આ દુર્ઘટનામાં ૩૫ લોકોના મોત થઈ ચુક્યા છે. ૧૮ લોકોને હોસ્પિટલમાં ભરતી કરાવ્યા છે. તેમાંથી બેને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. એક શખ્સ ગુમ છે. સેના, એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમ સતત બચાવ કાર્યમાં લાગેલી છે.

ઇન્દોરના બેલેશ્વર મહાદેવ મંદિરમાં આ દુર્ઘટના રામનવમી ઉત્સવ પર થઈ હતી. મંદિરમાં ભારે ભીડ હતી. જે સમયે દુર્ઘટના થઈ ત્યારે આ મંદિરમાં હવન ચાલી રહ્યો હતો. ભીડના કારણે કેટલાય લોકો મંદિરમાં આવેલી વાવ પરની જાળી પર બેઠા હતા.

આ દરમ્યાન વાવ પર બનેલી છત તૂટી અને કુવામાં લોકો પડ્યા હતા. આ કુવો ૪૦ ફુટ ઊંડો છે. તેમાં ૭ ફુટ સુધી પાણી ભરેલું હતું. કુવાની છત પડતા અફરાતફરી મચી ગઈ હતી. તાત્કાલિક પોલીસ પ્રશાસનની ટીમ ત્યાં પહોંચી અને બચાવ કાર્ય શરુ કરી દીધું હતું.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.