પતંગના ભાવમાં ૩પ ટકા, દોરીના ભાવમાં ૪૦ ટકાનો વધારોઃ ઘરાકી શૂન્ય
જમાલપુર, બહેરામપુરા, દાણીલીમડા પતંગ ઉત્પાદનનાં મુખ્ય કેન્દ્રો, છેલ્લી ઘડીએ ઘરાકી જામવાની આશા
અમદાવાદ, એ કાટ્ટા… ઓ કાટ્ટા… એ યાર જલદી લપેટ…. લપેટની ચીચીયારીઓઅથી ધાબા ગજવતા પર્વ પતંગી પર્વને આડે હવે માત્ર તેર-ચૌદ દિવસ બાકી રહયા છે. આમ છતાં પતંગના ભાવમાં ૩પ ટકા અને દોરીના ભાવોમાં ૪૦ ટકાન જેટલો ભાવવધારો થતા પતંગબજારોમાં ખરીદી ન નીકળતા વેપારીઓઅમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે. આ વેપારીઓ એમ માની રહયા છે. કે, આવતીકાલે રવીવારે જાે પતંગ દોરી બજારમાં ખરીીદી નહી નીકળે તો પતંગ દોરીનો મોટાપ્રમાણમાં ખરીદેલા જથ્થામાંથી મોટા પ્રમાણમાં પડી રહેશે તેની અમને ચિંતા છે.
દેખીતી રીતે જ પતંગ ઉત્પાદનના સૌથી મોટા કેન્દ્રોમાં અમદાવાદના જમામલપુર-બહેરામપુરા અઅને દાણીલીમડાના કેન્દ્રોના સમાવેશ થવા જાય છે. એટલે કે, ગુજરાતમાં અમદાવાદના કેન્દ્રોનું સ્થાનીક કક્ષાએ મહત્વનું સ્થાન છે, આ કેન્દ્રના કારીગરોએઅ એમ જણાવ્યું કે, પતંગ બનાવવામાં વપાતા કાગળોના ભાવમાં ચાલુ વર્ષે નોધપાત્ર વધારો થવાની સાથોસાથ પતંગમાં વપરાતા લાકડાનીનાનકડી પટ્ટી એટલે કે, ઢઢ્ઢાના ભાવમાંવધારો થતા ભાવવધારો કરવાની અમને ફરજ પડી છે.
શહેરના મુખ્ય પતંગ બજાર રાયપુર દરવાજા અઅને દિલ્હી દરવાજા ના વેપારીઓઅએ એમ જણાવ્યું કે, કાગળ અને ઢઢ્ઢાના ભાવોમાંવધારો થયો હોવાના કારણો આપીને પતંગના જથ્થાબંધ ભાવમાં વધારો કર્યો છે. આ વધારામાં અમે માત્ર અમારી મુડીરોકાણ અને વ્યવસ્થતા સંચાલન માટે નજીવો જેમ ભાવવધારો કરવો પડયો છે.
અમદાવાદમાં રાયપુર દરવાજા, દિલ્હી દરવાજા, કાલુપુર ટંકશાળા, જમાલપુર- બહેરામપુરા-મણીનગર મુખ્ય પતંગ બજાર છે. પરંતુ શહેરના તમામ વિસ્તારોમાં એટલે કે, પૂર્વ, પશ્ચિમ ઉત્તર અઅને દક્ષીણ ઝોનમાં પણ પતંગ વેચાણના નાના મોટા સેન્ટરો મંડપ બાંધેલા ઉપરાંત શાકભાજી વેચતા લારીવાળાઓ સાથે સીઝનલ ચીજાે વેચતા દુકાનદારો પણ પતંગ પર્વમાં પતંગ દોરીના છુટક ધંધો કરે છે.
અગ્રણી વેપારી રાજુભાઈ ત્રિવેદીએઅ એમ જણાવ્યું કે,પતંગ પર્વમાં ત્રણથી ચાર હજાર લોકો રોજી રોટી મેળવે છે. સામાન્ય રીતે ડીસેમ્બરની ૧પમી તારીખથી પતંગ રસીયાઓ પતંગ-દોરી ખરીદે છે. તે આજે ૩૧મી એ પણ શરૂ થઈ નથી જેથી અમે ચિંતા અનુભવી રહયા છીએ.