3500ની લાંચ ક્લાર્કને ભારે પડીઃ 4 વર્ષની કેદ થઈ
૩,૫૦૦ ની લાંચ લેતા પકડાયેલા નડિયાદ માર્ગ અને મકાન વિભાગના ક્લાર્કને 4 વર્ષની કેદ
(તસ્વીરઃ સાજીદ સૈયદ, નડિયાદ) નડિયાદમાં આવેલી માર્ગ અને મકાન વિભાગના સિનિયર ક્લાર્ક સન ૨૦૧૫માં રૂ.૩,૫૦૦ ની લાંચ લેતા પકડાયા હતા નડિયાદ કોટે આ સિનિયર ક્લાર્કને લાંચના ગુનામાં કસૂરમાં ઠેરવીને ચાર વર્ષની કેદની સજા ફટકારી છે.
આ બના અંગે મળતી માહિતી મુજબ બીજેશકુમાર ઠાકોરભાઈ પટેલનાઓ બી.ટી.પટેલ કન્ટ્રકેશન કંપનીના નામે કન્સ્ટ્રકશનનો વ્યવસાય કરે છે અને સરકારી વોજનાઓ હેઠળ રોડ રસ્તા બનાવવાનું કામ પણ કરે છે સને ૨૦૧૪ માં નડિયાદ શહેર ખાતે આવેલ જલારામ એવન્યુ સોસાયટી ખાતે આર.સી.સી.રોડ અને પેવીંગ બ્લોકના કોન્ટ્રાકટરનું આર.એન્ડ બી નડિયાદ ધ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવેલ જેમા તેમનું ટેન્ડર પાસ થયું હતું
ત્યારબાદ આર.સી.સી.રોડ તથા પેવીંગ બ્લોકનું કામ એપ્રિલ ૨૦૧૫ માં પુર્ણ થતા એ કામનું બીલ લેવા માટે તેઓ કાર્યપાલક ઈજનેર નડિયાદ ડીવીઝન કચેરીમાં જઈ ત્યાં બીલનું કામ કરતા એકાઉન્ટ શાખાના સીનીયર કલાર્ક ગોવિંદભાઈ મળ્યા હતા અને ચેક લેવાની વાત કરી હતી ગોવિંદભાઈએ થોડા દિવસ બાદ આવા જણાવ્યું હતું ત્યારબાદ તારીખ.૨૧/૦૮/૨૦૧૫ ના રોજ કચેરીમાં ચેક લેવા ગયા હતા
ત્યાં ગોવિંદભાઈ મળ્યા હતા ત્યારે ગોવિંદભાઈએ વ્યવહારમાં રહેવા જણાવ્યું હતું અને કુલ બિલની રકમના એક ટકા વ્યવહાર માગ્યો હતો આમ રૂપિયા ૩૫૦૦ ની માંગણી કરી હતી જેથી બ્રિજેશભાઈએ નડિયાદ સરદાર ભવનમાં આવેલ એસીબી કચેરીના જે તે વખતના પી.આઈ એ એ શેખ મળીને ફરિયાદ આપી હતી એસીબી પીઆઈએ ગોવિંદભાઈને રૂ.૩,૫૦૦ ની લાંચ સ્વીકારતા રંગે હાથ છટકું ગોઠવીને પકડી પાડ્યા હતા
આમ આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ પરમાર,રહે.વરસડા તા.તારાપુર જી આણંદ સામે એસીબી કચેરી માં લાંચ રુશ્વત અટકાવવા બાબતના અધિનિયમ, ૧૯૮૮ ની કલમ ૭, ૧૩(૧)(ધ) તથા કલમ ૧૩(૨) મુજબનો ગુનો દાખલ થયો હતો આ ગોવિંદભાઈ વિરુદ્ધમાં તપાસ કર્યા બાદ ચાર્જશીટ કોર્ટમાં મૂકવામાં આવી હતી
આ કેસ નડીઆદ ની સેશન્સ અદાલત માં ચાલ્યો હતો સ્પે.જજ એસ.પી.રાહતકર ની કોર્ટ માં ચાલી જતા સરકારી વકીલ જી.વી.ઠાકુરએ ફરીયાદ પક્ષે સાક્ષી તપાસેલા ૭ સાહેદલ તથા ૫૯ દસ્તાવેજી પુરાવા નું લીસ્ટ રજૂ કર્યા હતા અને દલીલ પણ કરી હતી આ તમામ બાબતો ધ્યાનમાં રાખીને કોર્ટે આરોપી ગોવિંદભાઈ પરમારને ગુનેગાર ફેરવીને લાંચ રૂશ્વત ધારાની કલમ ૭ ના
ગુનામાં ૩ (ત્રણ) વર્ષ ની સખત કેદ ની સજા તથા રૂ ૫,૦૦૦/- નો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસ ની સાદી કેદ ની સજા તથા લાંચ રૂશ્વત ધારા ની કલમ ૧૩(૧)(ઘ) તથા ૧૩(૨) મુજબ ના ગુન્હા માં ૪ (ચાર) વર્ષ ની સખત કેદ ની સજા તથા રૂ ૫,૦૦૦/- નો દંડ, દંડ ન ભરે તો વધુ એક માસ ની કેદ ની સજા નો હુકમ કરેલ છે.