૩૫૦૦ સ્કૂલોને સરેરાશ ૧૦% ફી વધારો કરવા મંજૂરી અપાઈ
અમદાવાદ, અમદાવાદની ૩૫૦૦ સ્કૂલોની ફીમાં વધારો કરવા માટે ઝોનની ફી કમિટી દ્વારા મંજૂરી આપી દેવામાં આવી છે, જેના લીધે હવે આ સ્કૂલોમાં સરેરાશ ૧૦% જેટલો ફી વધારો કરવાની મંજૂરી આપવામાં આવી છે.
આ સ્કૂલો દ્વારા ફી કમિટી સમક્ષ એફિડેવિટ કરવામાં આવ્યું હતુ. કેટલીક સ્કૂલો દ્વારા ૧૦% કરતા પણ વધુનો વધારો કરવાની મંજૂરી માગવામાં આવી હતી, જાેકે, તેને મંજૂરી આપવામાં આવી નથી. અન્ય બાકી રહેલી સ્કૂલોની ફીમાં વધારો કરવા અંગે આગામી દિવસોમાં ર્નિણય લેવામાં આવી શકે છે.
રિપોર્ટ્સ મુજબ અમદાવાદ ઝોનની ૫૬૦૦માંથી ૩૫૦૦ સ્કૂલોને ફી વધારો કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે જ્યારે બાકી રહેલી ૨૧૦૦ જેટલી સ્કૂલો અંગે આગામી દિવસોમાં ફી કમિટી દ્વારા ર્નિણય લેવામાં આવી શકે છે. નોંધનીય છે કે સરકાર દ્વારા સ્કૂલોની ફી પર લગામ લગાવવા માટે ફી નિયમ વિધેયક પસાર કરવામાં આવ્યું છે, જેમાં સ્કૂલોની ફીના ધોરણ નક્કી કરવામાં આવ્યા છે.
પરંતુ આમ છતાં જે સ્કૂલો વધુ ફી લેવા ઈચ્છતી હોય તેમણે ફી કમિટી સમક્ષ રજૂઆત કરવાની હોય છે. જ્યારે જે સ્કૂલો સરકારના નક્કી કરેલા ધોરણો જેટલી કે તેનાથી ઓછી ફી લેવા માગતી હોય તેમણે ફી કમિટી સમક્ષ એફિડેવિટ કરવાનું હોય છે.
જેના પર અભ્યાસ કર્યા બાદ ફી કમિટી દ્વારા ફી વધારા અંગે ર્નિણય લેવામાં આવતો હોય છે. ફી વધારા અંગે ૫૬૦૦ સ્કૂલો દ્વારા રજૂઆત કરવામાં આવી હતી જેમાં મોટાભાગની સ્કૂલો દ્વારા ફી કમિટી સમક્ષ ૧૦%ની આસપાસ ફી વધારો કરવાની રજૂઆત કરી હતી.
જ્યારે કેટલીક સ્કૂલો દ્વારા ૧૦% કરતા વધુનો વધારો કરવાની રજૂઆત કરી હતી પરંતુ તેમને ૧૦% જેટલો વધારો કરવાની મંજૂરી અપાઈ છે.
મળતી વિગતો એવી છે કે કેટલીક સ્કૂલો ફી કમિટી સમક્ષ રજૂઆત બાદ ફી વધારો કરવાની મંજૂરી મેળવી લે છે પરંતુ ફીમાં વધારો કરતા નથી, પરંતુ જ્યારે ભવિષ્યમાં ફી વધારો કરવાની જરુર પડે તો મુશ્કેલી ના પડે તે માટે અગાઉથી જ તૈયારી કરી રાખે છે. આ પછી આ સ્કૂલો ભવિષ્યમાં જરુર પડે ફીમાં વધારો કરતી હોય છે.SS1MS