Western Times News

Gujarati News

352 કરોડની છેતરપિંડીનો મામલે ત્રણ જવેલરી કંપનીઓ સામે FIR

પ્રતિકાત્મક

(એજન્સી)નવીદિલ્હી, સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયામાં ૩૫૨ કરોડ રૂપિયાથી વધુની કથિત લોન ફ્રોડના કેસમાં સીબીઆઇએ કાર્યવાહી કરી છે. આ કેસમાં સીબીઆઇએ મહારાષ્ટ્રના જલગાંવની ત્રણ જવેલરી કંપનીઓ સામે કેસ નોંધ્યો છે. સીબીઆઇ અધિકારીઓએ આ માહિતી આપી છે.

અધિકારીઓએ જણાવ્યું કે લોનની છેતરપિંડીના આ મામલામાં ત્રણ અલગ-અલગ એફઆઇઆર નોંધવામાં આવી છે. ત્રણ એફઆરઆઇમાં રાજમલ લખીચદં જવેલર્સ પ્રાઇવેટ લિમિટેડ, આરએલ ગોલ્ડ પ્રાઇવેટ લિમિટેડ અને મનરાજ જ્વેલર્સ પ્રાઇવેટ લિમિટેડ અને

તેમના પ્રમોટર્સ- ડિરેકટર અને ગેરન્ટર ઇશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, મનીષ ઇશ્વરલાલ શંકરલાલ જૈન લાલવાણી, પુષ્પદેવી ઇશ્વરલાલ જૈન લાલવાણી અને નીતિકા મણિશના નામ આપવામાં આવ્યા છે.

બેેંકે આરોપ લગાવ્યો છે કે કંપનીની નાણાકીય માહિતી, રાજમલ લખીચંદ, ફોરેન્સિક ઓડિટર્સની વિનંતીઓ છતાં પ્રમોટરો દ્વારા પ્રદાન કરવામાં આવી ન હતી. બેંક દ્વારા કબજે કરાયેલી સ્થાવર મિલકતો તેની જાણ વગર વેચી દેવામાં આવી હતી. એસબીઆઇએ તેની ફરિયાદમાં જણાવ્યું હતું કે પ્રમોટરો/જામીનદારો બેંકની પરવાનગી વિના ગીરો મૂકેલી મિલકતો વેચી રહયા હતા.

જેના કારણે જંગી લોન આપવામાં આવી છે. જેના આધારે સુરક્ષા ગુમાવવી પડી છે. આવી સ્થિતિમાં હવે લોનની વસૂલાત ગંભીર જાેખમમાં આવી ગઇ છે. બેંકે આરોપ લગાવ્યો છે કે કંપનીઓએ સ્ટેટબેંક ઓફ ઇન્ડિયા પાસેથી ધિરાણ સુવિધાઓનો લાભ લીધો હતો અને તેમને જે હેતુ માટે મંજૂરી આપવામાં આવી હતી.

તે સિવાયના અન્ય ઉપયોગો માટ તેને ડાયવર્ટ કરીને તેનો દુરુપયોગ કર્યો હતો. ઋણ લેનારાઓ અને સહયોગીઓએ જાહેર ભંડોળનો દુરુપયોગ કરીને બેંક સાથે છેતરપિંડી કરવાના ઉદેશ્ય સાથે કંપનીના ખોટા નાણાંકીય અને સ્ટોક સ્ટેટમેન્ટ ફાઇલ કર્યા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.