ડીસીપી ઝોન-૭ સ્કોડ ની ટીમે રીઢા ચોરને ઝડપ્યો
અમદાવાદ, વાહન, ઘરફોડ ચોરી તેમજ ચેઇન સ્નેચીગના બનતા બનાવો અટકાવવા તેમજ બનેલ ચોરીના ગુનાઓ શોધી કાઢવા પો.સ.ઇ.વી.જે.જાડેજા તથા સાથેના પોલીસ સ્ટાફના માણસો સાથે ઝોન-૭ વીસ્તારમાં પેટ્રોલીગમાં હતા. દરમ્યાન ટીમમાં સામેલ પો.કો. વિજયસિંહ હનુભા તથા પો.કો. હરપાલસિંહ વિક્રમસિંહ નાઓને સંયુકત રીતે ખાનગી બાતમીદારથી હકીકત મળેલ, જે આધારે વોચ રાખીને એક આરોપીને મોબાઇલ ફોન નંગ-૦૩ તથા ઓટો રીક્ષામળી કુલ્લે .રૂ.૧,૯૫,૦૦૦/- સાથે પકડી પાડી સદરીને તા-૨0/૦૧/૨૦૨૦એ મોડી રાત્રે અટક કરી હતી.
આરોપી સુનીલ સંપતભાઇ (ડાભી)દેવીપુજક ઉં.વ.- ૨૧ (રહે.- રણછોડપરા છાપરામાં આંબલી ગામ અમદાવાદ)
પાસેથી (૧) ઓપો કંપનીનો A5S ફોન કિં.રૂ.- ૭,૦૦૦/- (આનંદનગર પો.સ્ટે.ની હદમાં આવેલ YMCA ક્લબ કટ ચાર રસ્તા આગળ કોર્પોરેટ રોડના ખુણા ઉપરથી ચોરી કરેલ છે.) (૨) સેમ્સંગ ગેલેક્ષી એ-૭૦૫ કિં.રૂ.- ૧૫,૦૦૦/- (૩) સેમ્સંગ ગેલેક્ષી એસ-૯ કિં.રૂ.- ૧૩,૦૦૦/- (અનુ નં.- ૨ તથા ૩ સોલા પો.સ્ટે.ની હદમાં આવેલ શીલજ ફાટક પાસે આવેલ ખુલ્લા મેદાનમાં આવેલ કન્સ્ટ્રકશન સાઇટ પરથી ચોરી કરેલ છે.) (૪) ઓટો રીક્ષા નંબર GJ-27-Y-8072 જેની કિં.રૂ.૧,૬૦,૦૦૦/- ની ગણી કુલ્લે કુલ્લે કિં.રૂ.- ૧,૯૫,૦૦૦/- નો મુદ્દામાલ મળી આવ્યો હતો.