સુશાંત સિંહના સપનાઓનું લિસ્ટ જાેઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા
મુંબઈ, ૧૪ જૂન ૨૦૨૦ના રોજ જ્યારે સુશાંસ સિંહ રાજપૂતના મોતના સમાચાર આવ્યા હતાં. ત્યારે સૌકોઇ દંગ રહી ગયા હતાં. કોઇને વિશ્વાસ ન થયો કે સુશાંતનું મોત થઇ ગયું છે. સુશાંત સિંહ રાજપૂત બાંદ્રા સ્થિત પોતાના ફ્લેટમાં રહસ્યમય પરિસ્થિતિમાં મૃત અવસ્થામાં મળી આવ્યો હતો.
કહેવામાં આવે છે કે એક્ટરે સુસાઇડ કર્યુ છે. પરંતુ સુશાંતના પરિવાર અને ફેન્સનો દાવો છે કે એક્ટરે સુસાઇડ નથી કર્યુ, પરંતુ તેની હત્યા કરવામાં આવી.
સુશાંત સિંહ રાજપૂતના મોતને ૧૪ જૂન ૨૦૨૩ના રોજ ૩ વર્ષ પૂરા થઇ ગયા છે પરંતુ હજુ સુધી ન્યાય નથી મળ્યો. સુશાંતનો પરિવાર અને ફેન્સ આજે પણ એક્ટરને ન્યાય મળે તે માટે રાહ જાેઇ રહ્યાં છે. કોઇપણ વ્યક્તિ તે માનવા તૈયાર નથી કે સુશાંત જેવો ટેલેન્ટેડ અને બુદ્ધિમાન વ્યક્તિ આવું પગલું ભરી શકે.
આખરે સુશાંતને પોતાના તે ૫૦ સપના પણ પૂરા કરવા હતાં, જેની તેણે એક ‘બકેટ લિસ્ટ’ પણ તૈયાર કરી હતી. સુશાંત સિંહ રાજપૂત પોતાની માત્ર ૧૩ ઇચ્છાઓ પૂરી કરી શક્યો હતો.
હજુ તો તેના ૩૭ સપના પૂરા કરવાના બાકી હતાં. સુશાંત સિંહ રાજપૂતના ફેન્સ અને પરિવારના લોકો આજે પણ એ દ્રશ્ય ભૂલી શક્યા નથી જ્યારે ૧૪ જૂન ૨૦૨૦ની બપોરે સુશાંત સિંહ રાજપૂત તેના ફ્લેટમાં લટકતો મળી આવ્યો હતો.
સુશાંતના મૃત્યુથી ફેન્સ હજુ પણ આઘાતમાં છે. સુશાંતના જવાથી તેના ઘણા સપના અને ઇચ્છાઓ અધૂરી રહી ગઈ. કોણ જાણે એક્ટરે આ સપના કરવા માટે શું-શું પ્લાનિંગ કર્યું હતું. પરંતુ ભગવાનના પ્લાનિંગ સામે સુશાંતનું પ્લાનિંગ નિષ્ફળ ગયું.
એક્ટરના મૃત્યુથી તેના સપના અધૂરા રહી ગયા. સુશાંત માત્ર ૧૩ સપના પૂરા કરી શક્યો, બાકીના ૩૭ અધૂરા રહ્યા. એક્ટરે એકવાર તે સપના શું હતા તેની લિસ્ટ શેર કરી હતી, જેનું નામ હતું 50Dreams. સુશાંત સિંહના સપનાની આ લિસ્ટ જાેઈને બધાની આંખોમાં આંસુ આવી ગયા.
સુશાંત પ્લેન ઉડાવતા શીખવા માંગતો હતો. તે લેફ્ટ હેન્ડ બેટ્સમેન રૂપમાં ક્રિકેટ રમવા માંગતો હતો. તે ટેનિસ રમવા અને મોર્સ કોડ શીખવા માંગતો હતો. સુશાંતના જે સપના હતાં તેમાં ચેમ્પિયન સાથે પોકર રમવું, વૈદિક એસ્ટ્રોલોજી સમજવી, ડિઝનીલેન્ડ જવું, જંગલમાં એક અઠવાડિયું વિતાવવું, ૬ મહિનામાં સિક્સ પેક એબ્સ બનાવવું, નાસા વર્કશોપમાં સામેલ થવું,
CERN એટલે કે યુરોપિયન ઓર્ગેનાઈઝેશન ફોર ન્યુક્લિયર રિસર્ચમાં જાેડાવું, એક પુસ્તક લખવું, ૧૦ ડાન્સ ફોર્મ્સ શીખવા, મફત શિક્ષણ માટે કામ કરવું અને તેને પ્રોત્સાહન આપવું, ક્રિયા યોગ શીખવું, લીગોમ જવું, ઘોડેસવારી કરવી, એન્ટાર્કટિકા જવું અને મહિલાઓને સેલ્ફ ડિફેન્સમાં ટ્રેઇન કરવી જેવા સપના સામેલ હતા.
સુશાંતે સપનાની લિસ્ટ ડિલીટ કરી દીધી ઃ સુશાંતે એકવાર ઈન્સ્ટાગ્રામ પર તેની ડ્રીમ લિસ્ટ શેર કરી હતી, પરંતુ બાદમાં તેને ડિલીટ કરી દીધી હતી. જાેકે સુશાંત સિંહ રાજપૂતે કેટલાક સપના ચોક્કસ પૂરા કર્યા હતા, જેની તસવીરો અને વીડિયો તેણે ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યા હતા.SS1MS