સુરતના કાપડના ત્રણ વેપારી સાથે રૂ.૩૮.૬૪ લાખની છેતરપિંડી
પંજાબ અમૃતસર ખાતે સુચાસિંગ કુલતારસિંગ એન્ડ કંપનીના નામે ધંધો કરતા પિતા-પુત્રોએ સુરતના ત્રણ વેપારીઓ પાસેથી કાપડનો માલ ખરીદી રૂપિયા ૩૮.૬૪ લાખનું પેમેન્ટ નહીં ચૂકવી છેતરપિંડી કરી હતી. વેસુ વિસ્તારમાં રહેતા અને ગુલશનકુમાર લાજપતરાય નંદવાની શ્રીરામ સિલ્કના નામે કાપડનો વેપાર કરે છે.
પંજાબ અમૃતસરના સુચાસિંગ કુલતારસિંગ એન્ડ કંપનીના માલિક સાથે પરિચય થયો હતો. કુલતારસિંગ ગુલશનકુમાર નંદવાની અને અન્ય કાપડ વેપારીઓ અશોક જૈન તથા વિકાસકુમાર જૈન પાસેથી સમયસર પેમેન્ટ ચુકવી દેવાનો વિશ્વાસ આપી કાપડનો માલ ખરીદ્યો હતો.
વાયદા પ્રમાણે ગુલશનકુમાર નંદવાનીએ અમૃતસરના વેપારી કુલતારસિંગ અને તેના પુત્ર જેમી કુલતારસિંગ પેમેન્ટની માગણી કરતા ચેકો આપ્યા હતા જે ચેકો બેંકમાં વટાવતા ર્રિટન થયા હતા અને આ પિતા પુત્રોએ રૂપિયા ૩૮.૬૪ લાખનું પમેન્ટ નહી ચૂકવી છેતરપિંડી કરી હતી જેથી ગુલશનકુમારે અમૃતસરના પિતા-પુત્ર સામે ફરિયાદ નોંધાવતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.