Western Times News

Gujarati News

શાહીબાગ વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રામાં 3885 લોકો સહભાગી થયા

૨૬૨૭ લોકોએ આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ લીધો

બે કાર્યક્રમો અંતર્ગત ૯૪૫ લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, ૩૬૧ લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના, ૨૫૫ લાભાર્થીઓ પીએમ ઉજ્જવલા યોજના, ૫૨૨ લાભાર્થીઓને આધાર કાર્ડના લાભો/યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી

મેયરશ્રી પ્રતિભાબેન જૈન અને ધારાસભ્યશ્રી દર્શનાબેન વાઘેલાની ઉપસ્થિતિમાં મ્યુનિસિપલ કોર્પોરેશનના શાહીબાગ વોર્ડમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા કાર્યક્રમો યોજાયા હતા.

માધુપુરા અર્બન હેલ્થ સેન્ટર, શાહીબાગ ખાતે સવારે અને શાહીબાગ વોર્ડના મોહન સિનેમા સર્કલ પાસે બપોર બાદ કાર્યક્રમો યોજાયા હતા. ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિકસિત ભારત રથનું સ્વાગત કરવામાં આવ્યું હતું.

બંને કાર્યક્રમોમાં અંદાજિત ૩૮૮૫ જેટલા લોકો સહભાગી થયા હતા તથા ૨૬૨૭ લોકોએ કાર્યક્રમોમાં યોજાયેલા આરોગ્ય કેમ્પ અંતર્ગત આરોગ્ય તપાસનો લાભ લીધો હતો. જેમાં લાભાર્થીઓની ટી.બી., હાયપટેન્શન, ડાયાબિટીસ જેવા રોગો માટે તપાસ કરવામાં આવી હતી.

બે કાર્યક્રમો અંતર્ગત ૯૪૫ લાભાર્થીઓને પીએમ જન આરોગ્ય યોજના, ૩૬૧ લાભાર્થીઓને પીએમ સ્વનિધી યોજના, ૨૫૫ લાભાર્થીઓ પીએમ ઉજ્જવલા યોજના, ૫૨૨ લાભાર્થીઓને આધાર કાર્ડના લાભો/યોજનાકીય માહિતી પૂરી પાડવામાં આવી હતી.

‘મેરી કહાની, મેરી જુબાની’ અંતર્ગત લાભાર્થીઓએ પોતાના યોજનાકીય લાભો અંગેના અનુભવો વર્ણવ્યાં હતા. સૌ ઉપસ્થિતોને વિકસિત ભારત સંકલ્પ શપથ લેવડાવવામાં આવ્યાં હતા.

આ કાર્યક્રમોમાં અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કાઉન્સીલરશ્રીઓ, ડે. મ્યુનિ. કમિશનરશ્રી(મધ્ય ઝોન), વિવિધ કમિટીઓના સભ્યો, અ.મ્યુ.કો.ના ઉચ્ચ અધિકારીશ્રીઓ સહિત મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત  રહ્યાં હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.