39 ટકા કર્મચારી કંપનીઓ સાથે વાટાઘાટ કરવા તૈયાર, 24 ટકા નોકરી બદલવા ઇચ્છે છેઃ સર્વે

પ્રતિકાત્મક
51 % કર્મચારીઓ હાઇબ્રિડ વર્કને પસંદ કરે છેઃ ગોદરેજ ઇન્ટેરિયોના અભ્યાસનું તારણ
કર્મચારીઓ ફ્લેક્સિબ્લ કાર્યના વિકલ્પો માટે કામ કરવા તૈયાર –51 % કર્મચારીઓ હાઇબ્રિડ વર્કને પસંદ કરે છેઃ અભ્યાસનું તારણ
જ્યારે 32 ટકા વર્કફોર્સ ઓછામાં ઓછા 3 દિવસ ‘વર્ક ફ્રોમ હોમ’ પસંદ કરે છે, ત્યારે ફક્ત 19 ટકા ઓછામાં ઓછા 3 દિવસ ઓફિસમાંથી કામને પસંદ કરે છે
મુંબઈ, ગોદરેજ ગ્રૂપની ફ્લેગશિપ કંપની ગોદરેજ એન્ડ બૉય્સએ જાહેરાત કરી હતી કે, એના બિઝનેસ, ઘર અને સંસ્થાગત સેગમેન્ટમાં ભારતની અગ્રણી ફર્નિચર સોલ્યુશન્સ બ્રાન્ડ ગોદરેજ ઇન્ટેરિયોએ એના એક્સક્લૂઝિવ અભ્યાસ ‘હોમ, ઓફિસ એન્ડ બિયોન્ડ’માંથી વધુ તારણો જાહેર કર્યા છે.
અભ્યાસમાં ખુલાસો થયો હતો કે, જ્યારે કેટલાંક લોકો ઓફિસ પરત ફરવા અને કેટલાંક રિમોટ વર્કની પસંદગી કરી રહ્યાં છે, ત્યારે બાકીના બંને રીતે થોડું-થોડું કામ કરવા ઇચ્છે છે. સર્વેમાં વય, કામના અનુભવ અને લિંગ મુજબ કામ કરવાની વિવિધ રીતોની પસંદગીઓ સાથે કર્મચારીઓના વિશિષ્ટ વ્યક્તિત્વનો ખુલાસો થયો છે,
જે દર્શાવે છે કે, જુદી જુદી જાતિના કર્મચારીઓને તેમના વર્કપ્લેસ પર અલગ-અલગ સ્વરૂપના ટેકાની જરૂર છે અને તેમની કંપનીઓ પાસેથી અલગ અપેક્ષાઓ ધરાવે છે. સંશોધનમાં ઓફિસે જતાં કુલ 350 કર્મચારીઓ સહભાગી થયા હતા, જેમાંથી મોટા ભાગના બહુરાષ્ટ્રીય કંપનીઓ અને ભારતીય કોર્પોરેટમાં કામ કરે છે.
સંશોધન અભ્યાસ મુજબ, હાઇબ્રિડ વર્ક શીડ્યુલ દ્વારા ઓફ થતાં વિવિધ ફાયદામાં સૌથી મોટો ફાયદો જીવન અને કાર્ય વચ્ચેનું સંતુલન છે, જેમાં આજના નોલેજ વર્કર્સની ફ્લેક્સિબિલિટી અને સુખાકારી માટેના મહત્વને વધુ પ્રદર્શિત કર્યું છે. અભ્યાસ મુજબ, 23 ટકા પુરુષો
અને 28 ટકા મહિલાઓએ હાઇબ્રિડ વર્કના મુખ્ય ફાયદો ‘જીવન-કાર્ય વચ્ચે સંતુલન’ને ગણાવ્યું હતું, 20 ટકા પુરુષો અને 28 ટકા મહિલાઓ ‘અવરજવરના સમયની બચત’ને ગણાવ્યો હતો, 12 ટકા પુરુષો અને 11 ટકા મહિલાઓએ ‘પરિવાર સાથે સમય’ને ગણાવ્યો હતો તથા 14 ટકા પુરુષો અને 11 ટકા મહિલાઓએ ‘કામગીરીની અસરકારકતામાં વધારો’ ગણાવ્યો હતો.
અભ્યાસમાં વધુ જાણકારી મળી હતી કે, કર્મચારીઓ ફ્લેક્સિબ્લ કામના વિકલ્પો માટે તૈયાર છે, જેમાં 39 ટકા કંપનીઓ સાથે વાટાઘાટ કરવા તૈયાર છે, 24 ટકાએ નોકરી બદલવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, 14 ટકા લોકેશન બદલવાની તરફેણ કરી હતી અને 13 ટકા 10 ટકા પગારમાં કાપ માટે સંમત થયા હતા.
ગોદરેજ ઇન્ટેરિયોના માર્કેટિંગ (બી2બી)ના વાઇસ પ્રેસિડન્ટ સમીર જોશીએ કહ્યું હતું કેઃ “છેલ્લાં બે વર્ષે આપણને આશા સાથે ભવિષ્ય તરફ મીટ માંડવાનું અને ઉદ્દેશને નવેસરથી સમજવાનું તેમજ અર્થસભર જીવન જીવવાનું શીખવ્યું છે. કામનું ભવિષ્ય એ છે, જેમાં કર્મચારીઓ અને કંપનીઓ બંનેનો વિકાસ થાય, પછી ભલે લોકેશન ગમે એ હોય.
ગોદરેજ ઇન્ટેરિયોના અર્ગોનોમિક્સ અને વર્કપ્લેસ રિસર્ચ સેલનો અભ્યાસ સૂચવે છે કે, કંપનીઓ વર્કપ્લેસનો ઉપયોગ તેમની કાર્યશૈલી બ્રાન્ડને મજબૂત કરવા માટે કરશે. પ્લાન્ટર્સ સાથે સારી રીતે પ્રકાશિત ઇન્ટેરિઅર્સ અને સ્ટેન્ડિંગ ડેસ્ક કર્મચારીના સ્વાસ્થ્ય અને સુખાકારી પર ધ્યાન કેન્દ્રિત કરે છે.
મૂવેબલ ફર્નિચરનો ઉપયોગ કરતાં મોડ્યુલર વર્કસ્પેસ નવીનતા અને રચનાત્મકતાને ટેકો આપી શકે છે. આ સંશોધન અભ્યાસનો ઉદ્દેશ કંપનીઓને તણાવ ઘટાડવા, કર્મચારીઓ સાથે જોડાણ વધારવા, ટીમમાં જોડાણ વધારવા તેમજ કર્મચારીઓનો એટ્રિશન રેટ
(નોકરી છોડીને જવાનો દર) ઘટાડવા ઓફિસમાં પરત ફરવાની નીતિ સાથે પ્રસ્તુત ડિઝાઇન બનાવવા મદદ કરવાનો છે. ગોદરેજ ઇન્ટેરિયોમાં અમે ઓફિસ સ્પેસમાં વધારે જોડાણ સ્થાપિત કરે એવા ફર્નિચર માટેની માગ જોઈએ છીએ તથા ચાલુ નાણાકીય વર્ષમાં આ સેગમેન્ટમાં 25 ટકા સુધી વૃદ્ધિની અપેક્ષા છે.”
તેમણે ઉમેર્યું હતું કે, “ભવિષ્યના વર્કપ્લેસ ડિઝાઇન કરવાની ચાવી છે – સંવેદનાને કેન્દ્રમાં રાખીને કર્મચારીઓને ‘વર્કર્સ’ને બદલે વ્યક્તિ ગણીને તેમની વિવિધ જરૂરિયાતોનો વિચાર કરવો. તમામ ઉદ્યોગોમાં પ્રતિભાશાળી કર્મચારીઓને આકર્ષવાનો અને જાળવી રાખવા માટે આવશ્યક બાબત છે – ફ્લેક્સિબ્લ વર્ક મોડલ.
એટલે કર્મચારીઓની મિશ્ર હાજરીને સમાન મહત્વ આપવા ટેકો આપતી નીતિઓ બનાવવી ભવિષ્ય છે, જેમાં કર્મચારીઓ કોઈ પણ જગ્યાએ હોય એની સામે કોઈ વાંધો ન હોવો જોઈએ.”