39 વર્ષમાં પહેલી વાર વિંડિઝનો વનડે સિરીઝમાં વ્હાઈટ વોશ: 96 રનથી ત્રીજી મેચમાં હરાવ્યું
અમદાવાદ, ઈન્ડિયન ટીમે વેસ્ટ ઈન્ડિઝે ત્રીજી અને છેલ્લી વનડે મેચમાં 96 રનથી હરાવી 3 મેચની સિરીઝમાં વ્હાઈટ વોશ કરી દીધો છે. આ મેચમાં વેસ્ટ ઈન્ડિઝ સામે 265 રનનો ટાર્ગેટ હતો, જેના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝની ટીમ 37.1 ઓવરમાં 169 રન જ કરી શકી અને મેચ હારી ગઈ હતી. ઓડીન સ્મિથ (36) ટોપ સ્કોરર રહ્યો છે. જ્યારે મોહમ્મદ સિરાજ અને પ્રસિદ્ધ કૃષ્ણાએ 3-3 વિકેટ લીધી છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પહેલી વનડે સિરીઝ 1983માં રમાઈ હતી, ત્યારથી લઈને અત્યાર સુધી બંને દેશો વચ્ચે કુલ 21 ODI સિરીઝ રમાઈ છે. ત્યારથી લઈને અત્યારસુધી ભારત એક વખત પણ WI સામે ક્લીન સ્વીપ કરી શક્યું નહોતું. જોકે, અમદાવાદમાં રોહિતની કેપ્ટનશિપમાં ભારતે ઈતિહાસ રચી વિંડિઝનો વ્હાઈટ વોશ કરી દીધો છે. જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 50 ઓવરના ફોર્મેટમાં 3 વખત ભારતનો વ્હાઈટ વોશ કર્યો છે.