Western Times News

Gujarati News

ડોલર વટાવવાની વાત કરી વેપારી પાસેથી ૪.પ૦ લાખ ખંખેર્યા

નડીયાદ, નડીયાદમાં ફિલ્મી સ્ટોરી જેવો કિસ્સો બહાર આવ્યો ચલાવવી વગડામાં ડોલર વટાવવાની લાલચ  આપી પ લોકોએ અમદાવાદના વેપારી સાથે છેતરપિંડી કરી હતી. વેપારીને બોલાવી અંદરોઅંદર ઝઘડો કરી મર્ડર થઈ ગયાનો ઢોગ કર્યો હોત. બાદમાં વેપારી પાસેથી રૂા.૪.પ૦ લાખ પડાવી લીધા હતા. 4.50 lakhs was collected from the trader by talking about exceeding the dollar

અમદાવાદના સેટેલાઈટ વિસ્તારમાં રહેતા દીનેશભાઈ તારાચંદ કાસટ મહેશ્વરી મુખવાસનો હોલસેલનો વેપાર કરે છે. તા.ર૩મીના રોજ મોબાઈલ પર રાકેશભાઈ નામના ઈસમનો ફોન આવ્યો હતો. અને ડોલર વટાવવાની વાત કરી હતી. રાકેશનામના ઈસમે વોટસએપ પર વ્યકિતએ ડોલરના ફોટા મોકલી ૧૦૦ ડોલરની એક નોટ રૂપિયા પ હજારમાં આપવાની વાત કરી હતી.

આથી દીનેશભાઈના મનમાં લોભ જાગ્યો હતો. પછી વાતચીત શરૂ થઈ હતી અને રાકેશે જણાવ્યું હતું કે હું ડાકોરની બાજુમાં રામપુરા ગામનો છુ તમે અહી આવી જાવ સામસામે વાત કરી લઈએ પરંતુ આ વાતમાં રાકેશ આવ્યો ન હતો. અને રાકેશના કાકા વિજયને ફોન દીનેશભાઈ પર આવેલો અને તેમણે બેઠક કરવા નડીયાદ તાલકુાના ચલાલી વગડા ગામે બોલાવ્યા હતા.

અને દીનેશભાઈ અને તેમનો દીકરો કાર લઈ રૂા.૪.પ લાખ લઈ આવ્યા હતા. અને વિજયને હાથોહાથ નાણા આપ્યા અને એક કાળા કલરની કોથળીમાં ડોલરનું બંડલ બતાવેલ આ સમયે રસ્તામાં એક વ્યકિતને આવી ઝઘડો કર્યો હતો અને અંદરોઅંદર ઝઘડતા એક વ્યકિતએ કટર ખીસ્સામાંથી કાઢી એક વ્યકિતના પેટના ભાગે મારી દીધું હતું.

અને તેનું મર્ડર થઈ ગયું છે. તેવો માહોલ ઉભો કરી દીનેશભાઈ અને તેમના પુત્રને અહીથી કાી મુકયા હતા. બાદમાં વેપારીએ વિજયને ફોન કરતા કહયું કે તમને અમદાવાદ સીટીએમ ખાતે આવીને ડોલર આપીશું બાદમાં નંબર બંધ બોલતા દીનેશભાઈને પોતાની સાથે છેતરપિંડી થયાનો અહેસાસ થતા ચકલાસી પોલીસમાં દોડી ગયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.