સુરતમાં BOB ગ્રામીણ બેંકમાં પિસ્તોલની અણીએ ૪.૭૫ લાખની લૂંટ

લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ
પોલીસના જણાવ્યા પ્રમાણે બેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે કેદ થયો છે
સુરત,સુરત શહેરના છેવાડે સચિન વિસ્તારમાં મંગળવારે ભરબપોરે બરોડા ગુજરાત ગ્રામીણ બેંકમાં પિસ્તોલના નાળચે પોણા પાંચ લાખની લૂંટ થતા ચકચાર મચી છે. લૂંટની સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. બપોરે સાડા બાર વાગ્યાના અરસામાં ટોપી પહેરી આવેલો એક શખ્સ બેંકની અંદર ઘૂસ્યો હતો. બેંકમાં ફરજ બજાવી રહેલા બે કર્મચારીઓને પિસ્તોલના નાળચે એક રૂમમાં પૂરી પોણા પાંચ લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયો હતો. ઉદ્યોગોથી ધમધમતા સચિન વિસ્તારમાં ધોળે દિવસે લૂંટની ઘટના બનતા પોલીસ દોડતી થઈ છે. પોલીસના જણાવ્યા પ્રમાણે બેંકની અંદર લાગેલા સીસીટીવી ફૂટેજમાં આરોપી સ્પષ્ટ રીતે કેદ થયો છે.
આરોપી સફેદ ટોપી પહેરી બેંકમાં પ્રવેશે છે, બેંકમાં પ્રવેશ્યા બાદ આરોપી સીધો કેશ કાઉન્ટર તરફ જઈ અને ત્યાં પિસ્તોલ બતાવી કર્મચારીઓને ડરાવ્યા પછી કાઉન્ટરમાંથી રોકડ રકમ ઉપાડી લે છે.આ અચાનક બનેલી લૂંટની ઘટનાને કારણે બેંકમાં ઉપસ્થિત લોકોને સાથે બેંકની આસપાસના વિસ્તારમાં પણ ભયનો માહોલ સર્જી દીધો હતો. લૂંટારો માત્ર થોડી જ મિનિટોમાં રોકડ લૂંટીને નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતાં જ સચિન પોલીસ મથકના અધિકારીઓ તેમજ ઉચ્ચ પોલીસ અધિકારીઓ ઘટના સ્થળે દોડી ગયા હતા. SS1