બાંધકામ શરૂ ન કરતાં બિલ્ડર સામે 4.80 લાખની છેતરપિંડીની ફરિયાદ

વડોદરા, શહેરના માંજલપુર વિસ્તારમાં રેરાની પરમિશન લીધા વિના મકાનનું બુકિંગ લીધા બાદ ગ્રાહક સાથે ૪.૮૦ લાખની છેતરપિંડી કરનાર બિલ્ડર અપૂર્વ પટેલ સામે ફરિયાદ નોંધાઈ છે.
માંજલપુર વિસ્તારમાં GIDC રોડ પર આવેલા હરિધામ ફલેટમાં રહેતા અને ભુજ ખાતે ટ્રસ્ટમાં સુપરવાઈઝર તરીકે નોકરી કરતા દુષ્યંત ગજાનંદ પટેલે માંજલપુર પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, મારા ભાઈ અમારા મકાનની પાછળ આવેલા મેપલ સિગ્રેચર સાઈટમાં ૩૦ લાખ રૂપિયામાં ફલેટ બુક કરાવ્યો હતો
અને બુકિંગ પેટે અપૂર્વ દિનેશ પટેલ (રહે. સમૃદ્ધિ બંગ્લોઝ, વિશ્વામિત્રી ટાઉનશીપ સામે, વડોદરા)ને એક લાખ રૂપિયાનો ચેક આપ્યો હતો અને તે મળ્યાની નોંધ ફોર્મમાં કરી આપી હતી અને મેપલ સિગ્રેચર શ્રી સિદ્ધિ વિનાયક ડેવલપર્સનું (Siddhi Vinayak Developers) બુકિંગ ફોર્મ આપ્યું હતું અને ફલેટ નં. જી-પ૦૧નું બુકિંગ કર્યું હતું.
ત્યારબાદ રૂ.પ લાખનો ચેક આપ્યો હતો. આમ કુલ ૬ લાખ રૂપિયા શ્રી સિદ્ધિવિનાયક ડેવલપર્સના ખાતામાં જમા કર્યા હતા. જાેકે પ લાખ રૂપિયાની નોંધ અપૂર્વ પટેલે કરી આપી નહોતી. આશરે એક વર્ષ જેટલો સમય વિતી જવા છતાં કોઈ બાંધકામ શરૂ કર્યું ન હોવાથી મેં ફલેટના નાણા પરત માંગ્યા હતા
જેથી અપૂર્વ પટેલે ૧૦૦ રૂપિયાના સ્ટેમ્પ પર મારા નામે બુક કરેલ ફલેટને જી-પ૦૧નો કેન્સલ કરવા બદલનો લેખ તૈયાર કરી લાવી તેમાં મારી સહીઓ કરાવી લીધી હતી અને જુદી જુદી તારીખના પ ચેક લખી આપ્યા હતા. જેમાંથી ૧.ર૦ લાખનો ચેક પાસ થયો હતો જયારે ૪.૮૦ લાખના ૪ ચેક રિટૃન થયા હતા. આ રીતે રૂ.૪.૮૦ લાખની છેતરપિંડી કરી હતી.