લુધિયાણામાં ભાગેડુ અમૃતપાલ સિંહના ૪ સાથીઓની ધરપકડ કરાઈ
અમૃતસર, ખાલિસ્તાન સમર્થક અને ‘વારિસ પંજાબ દે’ના પ્રમુખ અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. પંજાબ પોલીસે તેની શોધખોળ તેજ કરી છે. પંજાબ પોલીસનું કહેવું છે કે અમૃતપાલ સિંહની હજુ સુધી ધરપકડ કરવામાં આવી નથી અને પોલીસ તેને પકડવાના પ્રયાસો કરી રહી છે. પોલીસે આ કેસમાં અત્યાર સુધીમાં ૧૧૮ લોકોની ધરપકડ કરી છે. અમૃતપાલના ૫ સહયોગીઓ પર નેશનલ સિક્યુરિટી એક્ટ (એનએસએ) લગાવવામાં આવ્યો છે.
પંજાબ પોલીસે પહેલા દિવસે અમૃતપાલના ૭૮ સમર્થકો, બીજા દિવસે ૩૪ અને ગત રાત્રે વધુ બેની ધરપકડ કરી હતી. પોલીસે તેમની પાસેથી ૧૦ હથિયાર પણ જપ્ત કર્યા છે. મંગળવારે પંજાબ પોલીસે લુધિયાણામાં ભાગેડુ અમૃતપાલ સિંહના ૪ સાથીઓની ધરપકડ કરી હતી. પંજાબમાં આજે પણ ઈન્ટરનેટ સેવા બંધ રહેશે. પોલીસે આ અંગે આદેશ પણ જારી કર્યો છે.
પંજાબ પોલીસની એક ટીમ ખાલિસ્તાની સમર્થક હરજીત સિંહ સાથે ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ પહોંચી છે. આસામ પોલીસની સુરક્ષા હેઠળ ગુવાહાટીથી રોડ માર્ગે સવારે ૭.૧૦ વાગ્યે ટીમ ડિબ્રુગઢ સેન્ટ્રલ જેલ પહોંચી હતી. ટીમ કેટલા ખાલિસ્તાની સમર્થકોને લાવી છે તે જાણી શકાયું નથી. આજે લાવવામાં આવેલા વ્યક્તિનું નામ હજુ સુધી સત્તાવાર રીતે જાહેર કરવામાં આવ્યું નથી. સૂત્રોના જણાવ્યા અનુસાર વધુ કેટલાક ખાલિસ્તાની સમર્થકો સાથે અન્ય એક ટીમ આજે હવાઈ માર્ગે ડિબ્રુગઢ પહોંચવાની છે.સૂત્રોના જણાવ્યા પ્રમાણે અમૃતપાલ સિંહે ઈંગ્લેન્ડના કિરણદીપ સાથે ફેબ્રુઆરીમાં જ લગ્ન કર્યા હતા. આ અંગે પણ તપાસ શરૂ કરવામાં આવી છે. લગ્ન ખૂબ જ ગુપ્ત રીતે રાખવામાં આવ્યા હતા. આ બંનેનો ભૂતકાળમાં કેવો સંપર્ક હતો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે.
પંજાબ પોલીસે અમૃતપાલ સિંહના ‘વારિસ પંજાબ દે’ના પાંચ સભ્યો વિરુદ્ધ રાષ્ટ્રીય સુરક્ષા કાયદો લાગુ કર્યો છે. આઈજીપી પંજાબ સુખચૈન સિંહ ગિલે સોમવારે કહ્યું કે ‘વારિસ પંજાબ દે’ના ચીફ અમૃતપાલ સિંહ હજુ પણ ફરાર છે. પોલીસ તેને પકડવા માટે તમામ શક્ય પ્રયાસો કરી રહી છે. પંજાબના આઈજીપી સુખચૈન સિંહ ગિલે માહિતી આપી હતી કે અત્યાર સુધી જે તથ્યો અને સંજાેગો સામે આવ્યા છે તેના આધારે અમને આઈએસઆઈ એંગલ પર ઊંડી શંકા છે. અમને વિદેશી ભંડોળ અંગે પણ ઊંડી શંકા છે. સંજાેગો જાેતા એવું લાગે છે કે આઈએસઆઈ સામેલ છે અને વિદેશી ફંડિંગ પણ છે.
હવે અમૃતપાલ સિંહ કેસમાં પણ રાજકારણ શરૂ થઈ ગયું છે. શિરોમણી અકાલી દળના નેતા હરસિમરત કૌરે પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકારને નકામી સરકાર ગણાવી છે. હરસિમરત બાદલે કહ્યું કે આ સંપૂર્ણપણે નિષ્ફળ સરકાર છે. આપ સરકારે પોતે રાજીનામું આપવું જાેઈએ. તેમણે પોતે પંજાબ સરકારનું વિસર્જન કરવું જાેઈએ અને પંજાબને બચાવવા માટે નવી ચૂંટણીઓ યોજવી જાેઈએ. SS2.PG