અંકલેશ્વરની પેટ્રોકેમીકલ્સ કંપનીમાં તોડ કરવા ગયેલા મહિલા સહિત ૪ ઝડપાયા
ભરૂચ, અંકલેશ્વર જી.આઈ.ડી.સી.માં આવેલી હરીહર કંપનીના માલીક અને બીજા ઉધોગકારોનું નાક દબાવી તોડ કરવા ગયેલા સહીત ચાર તોડબાજ પત્રકારોની ગેગનો ખેલ ઉધો પડયોહતો. જીઆઈડીસી પોલીસે બે લાખની ખંડણીનો ગુનો નોધી ચારેયની ધરપકડ કરી છે.
મુળ બોટાદના અને હાલ અંકલેશ્વર જી.આઈ.ડી.સી. માં આવેલા પ્રયોસા હોમ્સ ખાતે રહેતા કિશોર ઉર્ફ અલ્પેશભાઈ પટેલ પારસ ચોકડી ખાતે હરીદ્વાર કેમીકલ્સના નામે છેલ્લા વીસ વર્ષથી કંપની ચલાવે છે. મંગળવારે તેઓ કંપની પર હાજર હતા. તે દરમ્યાન સાંજના ચારેક વાગે એક મહીલા અને
તેની સાથે બીજા ત્રણ ઈસમો એક લાલ કલરની ફોરવ્હીલ ગાડી નંબર જી.જે.૧૬ ડી.કે. ૦૭૯૧ લઈને કંપની પર આવ્યા હતા. ચાર લોકોની ગેગે પોતે પત્રકાર હોવાનો ફંડ પાડયો હતો. કંપની માલીકને કહયું હતું કે, અગાઉ તમારી કંપની પર અને તમારી બાજુમાં આવેલ કંપનીમાં સરકારી એજન્સીઓ રેડ પાડેલ હતી.
જેના અનુસંધાને અમે આવેલ છીએ અને તમારી પાસે આ પેટ્રોકેમીકલનો સ્ટોર કરવાનો લાયસન્સ નથી તેમ છતાં અમે આ પેટ્રોકેમીકીલ્સનો વેપાર કરો છો મારીશ પાસે તેના ફોટો વીડીીયો છે. મહીલા પત્રકારે અગાઉ જ રેઈડ કરાવી હતી. હવે અત્યારે તમારે શું કરવું છે તેમ પુછતા કંપની માલીકે લઈ-જઈ પતાવટ કરવા માટે જણાવેલ.
મહીલાએ બાજુમાં જે કંપની ચલાવે છે. તે મીતુલભાઈને પણ બોલાવાડાની બંને ઉપયોગકારોને ભેગા મળીને રૂપિયાય બે લાખ આપી મેટર પતાવવી દેવા કહેતા જ મીતુલભાઈએ અંકલેશ્વર એસોસીએશનના પ્રમુખ જશુભાઈ ચૌધરી બોલાવી લીધા હતા.
તેઓએ આ પત્રકારના નામે આવેલ ઈસમો પાસે ઓળખકાર્ડ માંગતા તેઓઅએ ઉધોગપતિ્ઓ પોલીસને બોલાવી લીધી હતી. પોલીસે તોડ કરવા આવોાવેલ મહીલા સુુનીતા સુરેશભાઈ પટેલ ભરત દીનેશભાઈ મીસ્ત્રી, વિનોદ નાથુભાઈ જાદવ અને મહેન્દ્ર ગોવીદભાઈ વસાવા સામે બે લાખની ખંડણી અને ધંધો બંધ કરાવી દેવવાની ધમકીનો ગુનો નોધી ચારેયની ધરપકડ કરી હતી.