શિક્ષિકાના નામે કાર લોન કૌભાંડમાં ૩ રાજ્યોમાંથી ૬૦ લાખની ૪ કાર જપ્ત
મુંબઈના મહાઠગે ભરૂચના મિડિયેટરની મદદથી શિક્ષિકા અને હેર સલૂનના સંચાલકના નામે ૨૫ કારો ખરીદી આચરેલ ૩.૬૨ કરોડની મહાઠગાઈ
(પ્રતિનિધિ) ભરૂચ, ભરૂચ એસઓજી પોલીસે મુંબઈ,નાગપુર,યુપી અને એમપી થી બે મહિન્દ્રા થાર અને બે સ્કોર્પિયો મળી ૬૦ લાખની ૪ કાર કરોડોના લોનકાંડમાં કબ્જે કરી છે.
પ્રાપ્ત માહિતી અનુસાર મુંબઈના મહાઠગે ભરૂચના મિડિયેટરની મદદથી અંકલેશ્વરની શિક્ષકા અને ભરૂચના હેર સલૂન સંચાલકને ટ્રાવેલ્સમાં નંબર ૧ બિઝનેસમેન બનવાના દિવા સ્વપ્નો બતાવી તેમના નામ ઉપર ૧૫ કારો લોન પર મેળવી ૩.૬૨ કરોડનું કાંડ આચર્યું હતું.
અંક્લેશ્વરની મહિલા શિક્ષિકાના પતિના બાળપણના ખાસ મિત્રએ ટ્રાવેલ્સના ધંધામાં લાખોની કમાણીના સ્વપ્ન બતાવ્યા હતા.જે બાદ મહિલા શિક્ષિકા અને તેના પતિને ભોળવી તેમના નામે ૨.૦૬ કરોડની લોન લઈ ૧૪ નવી નક્કરો લક્ઝૂરિયસ કાર ખરીદી રફૂચક્કર થઈ ગયા હતા. ભરૂચ એસઓજી પોલીસે આ મહાઠગાઈ કાંડમાં સંડોવાયેલાં ભરૂચના વચેટીયા એવા સમીર મહારાઉલજીને અગાઉ ઝડપી પાડ્યો હતો.
અંક્લેશ્વરની મહિલા શિક્ષિકા અને ભરૂચના શખ્સ પાસેથી મળી ભેજાબાજાેએ કુલ ૩.૬૨ કરોડથી વધુનું કાર લોન કાંડ આચરી નવી નક્કોર ૨૫ ગાડીઓ લઈ ગાયબ કરી દેવાઈ હતી. ભરૂચ એસઓજી પીઆઈ આંનદ ચૌધરીએ સમગ્ર કાર લોન રેકેટનો માસ્ટર માઈન્ડ મુંબઈ ખાતે રહેતો રાહુલ ઉર્ફે સચિન ગિરીષ શાહ સહિતની તપાસ આદરી હતી.
જેમાં ભરૂચ એસઓજીની ઁજીૈં આર.એલ.ખટાણા,આર.એસ.ચાવડા અને ગોવિંદરાવની ૩ ટીમોએ લોનકન્ડમાં ખરીદાયેલી ૬૦ લાખની ૪ કાર ૩ રાજ્યો માંથી રિકવર કરી છે.
ઉત્તરપ્રદેશના લખનૌ, મધ્યપ્રદેશના છતરપુર, મુંબઈ અને નાગપુરથી ૧૫-૧૫ લાખની કિંમતની નવી નક્કોર બે સ્કોર્પિયો અને બે થાર કબ્જે કરાય હતી.