Western Times News

Gujarati News

રેડમાં લેવાયેલા જીરુંના નમુના અનસેફ જાહેર થતાં કોર્ટમાં ૪ કેસ દાખલ કરાયા

મહેસાણા, મહેસાણા ફૂડ વિભાગે ગત વર્ષે ઊંઝા પંથકમાં કુલ સ્થળે કરેલી રેડ દરમિયાન લેવાયેલા શંકાસ્પદ જીરું સહિતના નમુના અનસેફ (બિન આરોગ્યપ્રદ) જાહેર થતાં ફૂડ વિભાગે સંબંધિત જવાબદારો સામે ઊંઝાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં અલગ અલગ ચાર ક્રિમિનલ કેસ દાખલ કર્યા છે.

મહેસાણા ફૂડ વિભાગના ડેજીગ્નેટેડ ઓફિસર વી.જે.ચૌધરીએ જણાવ્યા મુજબ ફૂડ વિભાગે તા.૧૭-૫-૨૦૨૩ના રોજ ઊંઝા તાલુકાના સુણક ખાતે મે.સુજીતકુમાર ઈશ્વરલાલ પટેલની ફેક્ટરીમાં કરેલી રેડ દરમિયાન વિવિધ નમુના લેવાયા હતા. જેમાં જીરૂ (લુઝ), મિક્સ પાવડર (એડલ્ટ્રન્ટ) અને ગોળની રસી (લુઝ)ના નમુના અનસેફ જાહેર થતાં ઊંઝાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે અલગ અલગ ક્રિમિનલ કેસ તા.૧૩-૧૧-૨૦૨૪ના રોજ દાખલ કરવામાં આવ્યા હતા.

જ્યારે તા.૧૧-૧૨-૨૦૨૩ના રોજ ઊંઝાના ગંગાપુરા રોડ પર વેરાઈ માતાજીના મંદિર નજીક પટેલ ધર્મેશકુમાર અંબાલાલના ગોડાઉનમાં કરેલી રેડ દરમિયાન લેવાયેલા નમુના પૈકી બનાવટી જીરૂ (લુઝ), મિક્સ પાવડર અને ગોળની રસી અનસેફ જાહેર થયા હતા. જેથી આ કિસ્સામાં પણ ઊંઝાના જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટની કોર્ટમાં બે અલગ અલગ ક્રિમિનલ કેસ દાખલ કરાયા છે.

ઉલ્લેખનિય છે કે, આ કેસમાં કલમ-૫૯, કલમ-૫૭ હેઠળ જેલની સજાને પાત્ર ગુનો બને છે.ઊંઝાના રામપુરાથી દાસજ રોડ વચ્ચે (ગંગાપુરા રોડ) પર આવેલી ઉમા એન્ટરપ્રાઈઝ ફેક્ટરીમાં પટેલ મહેશભાઈ નટવરભાઈ અને પટેલ ભાર્ગવકુમાર પ્રવિણભાઈ વરિયાળીમાંથી બનાવટી જીરું અને કલરવાળી વરિયાળી બનાવતા હોવાની બાતમીના આધારે મહેસાણા એલસીબીની ટીમે ગત ૨૬-૧૦-૨૦૨૪ના રોજ ત્યાં રેડ કરી હતી.

આ કેસમાં શંકાસ્પદ જીરું, વરિયાળીનું ભૂસું, બ્રાઉન પાવડર, ગોળની રસી વગેરે કુલ રૂ.૮૧ લાખથી વધુનો મુદ્દામાલ સીઝ કરાયો હતો અને ફૂડ વિભાગના અધિકારીઓએ વિવિધ આઠ નમુના લીધા હતા. જે પૈકી કેટલાક નમુનાનું પરિણામ બાકી છે, જ્યારે વરિયાળી (લુઝ) અનસેફ, જીરૂ (લુઝ) અનસેફ અને સબ સ્ટાન્ડર્ડ તેમજ નાની વરિયાળી (લુઝ) (એડલ્ટ્રન્ટ) સબ સ્ટાન્ડર્ડ હોવાનું જાહેર થયું છે. આ કિસ્સામાં પણ સંબંધિતો સામે પગલાં લેવાશે.SS1MS


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.