4 ભેજાબાજાે ફાઈનાન્સ કંપનીના મેનેજર પાસે નકલી સોનું પધરાવી 26 લાખ લઈ ગયા
દાહોદમાં નકલી સોનું પધરાવી ર૬ લાખની લોન મેળવી છેતરપિંડી-ફાઈનાન્સ કંપનીના મેનેજરે ચાર ભેજાબાજાે વિરુદ્ધ પોલીસ ફરિયાદ કરી
સાવલી, દાહોદમાં એક ચકચારી બનાવ સામે આવ્યો છે જેમાં શહેરના ચાર ભેજાબાજાેએ ગોલ્ડ લોન કંપનીમાં નકલી સોનું પધરાવી ર૬ લાખ ઉપરાંતની રોકડ રકમ લોન પેટે મેળવી ફાઈનાન્સ કંપની જાેડે છેતરપિંડી કરી છે. ઠગાઈનો ભોગ બનેલા ફાઈનાન્સ કંપનીના મેનેજરે ચારેય ભેજાબાજાે સામે પોલીસમાં ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે.
ફરિયાદ મુજબ દાહોદના ગોવિંદનગરમાં રહેતા ભાવિન પ્રવીણચંન્દ્ર સિંઘે વૃંદાવન સોસાયટી ખાતે રહેતા જીગરભાઈ અશ્વિનભાઈ પંડ્યા મધુરમ સોસાયટી ગોવિંદનગર ખાતે રહેતા મયુરભાઈ અરવિંદકુમાર સોની અને રોહિણી એપાર્ટમેન્ટ પંચમુખી ખાતે રહેતા
જીતેશકુમાર સુરેશકુમાર ભાટિયા આ ચાર ભેજાબાજાેએ એક બીજાની મદદગારીથી પૂર્વ આયોજિત કાવતરું ઘડી ઈરાદાપૂર્વક મુથુટ ફીનકોર્પ ગોલ્ડ નામક ખાનગી ફાયનાન્સ કંપની સાથે છેતરપિંડી છે. બનાવટી સોનાના દાગીના ઉપર સોનાની ઢાળ બનાવીને કંપનીને સાચા દાગીના તરીકે રજૂ કરી અને તેઓના દાગીના બનાવટી છે.
તેમ છતાંય ઉપરોકત ભેજાબાજાેએ ઓરીજનલ દાગીના હોવાનું કહીને ફાઈનાન્સ કંપની પાસેથી મોટી રકમ પડાવી લીધી હતી તેમની વચ્ચે થયેલા કરાર મુજબ ચારેય ભેજાબાજાેએ લોનની રકમ નહીં ભરે કે બનાવટી સોનાના દાગીનાની જગ્યાએ ઓરિજનલ દાગીના ન આપી
લોનની રકમના નાણાં પરત ન ભરી કંપની સાથે અલગ અલગ તારીખે અલગ અલગ દાગીનાઓ ઉપર લોનો મેળવી કંપની પાસેથી કુલ બાર લોન પેટે ર૬,પપ,૪૩૧ રૂપિયાની રકમ મેળવી ફાઈનાન્સી કંપની સાથે ગુનાહિત વિશ્વાસઘાત અને છેતરપિંડી કરી હતી.
એકબીજાને મદદગારી કરી ગુનો કરાતા આ મામલે મુથુટ ફીનકોર્પ લિમિટેડ કંપનીમાં મેનેજર તરીકે નોકરી કરતા બળવંત ઓમકાર કુશવાહાએ બી ડિવિઝન પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું હતું કે ઉપરોકત ચારેય ઈસમોએ મુથુટ ફાઈનાન્સ કંપનીમાં બનાવટી સોનાના દાગીના મુકી
અને ચારેય ઈસમોએ ૧ર વખત અલગ અલગ સોનાના બનાવટી દાગીનાઓ મુકી ર૬,પપ,૪૩૧ રૂપિયાનો ફાઈનાન્સ કંપનીને ચુનો લગાવતા આ મામલે બી ડીવીઝન પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ વિશ્વાસઘાત અને છેતરપિંડીનો ગુનો નોંધી ચારેય ઈસમોની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે.