૪ ડમ્પર કબજે કરી આશરે ૭ લાખનો દંડ ફટકારતા ભૂમાફિયાઓમાં ફફડાટ

(પ્રતિનિધિ) બાયડ, અરવલ્લી જિલ્લામાં શનિવારે ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવી વાંકાનેર રોડ રામનગર ,ભિલોડા રોડ, પિલેટ ચોકડી મોડાસા અલગ અલગ જગ્યાએ ખાનગી રાહે ચેકિંગ કરી રોયલ્ટી વગર ખનીજ ચોરી કરી જતા તેમજ ઓવરલોડ એટલે કે રોયલ્ટી પાસ કરતા વધારે ખનીજ ભરી જતા ચાર ડમ્પર ઝડપી પાડ્યા હતા ભૂસ્તર વિભાગની કડક કાર્યવાહીથી ભૂ માફિયાઓમાં ફફડાટ ફેલાયેલો જાેવા મળે છે.
અરવલ્લી જિલ્લામાં શનિવારે ભૂસ્તર વિભાગની ટીમે સપાટો બોલાવી ચાર ડમ્પર ઝડપી લીધા હતા ભૂસ્તર અધિકારી મન ચૌધરી ના માર્ગદર્શન હેઠળ ધવલભાઈ તેમજ ભૂસ્તર વિભાગની ટીમને ચેકિંગ અર્થે રવાના કરી હતી જેમાં વાંકાનેર રોડ પર રામનગર થી પસાર થતાં ડમ્પર ને ભૂસ્તર ટીમે રોકી રોયલ્ટી પાસ માગતા કોઈ જ પાસ પરમિટ કે રોયલ્ટી મળી આવેલ ન હતી એ જ રીતે ભિલોડા રોડ પર લીલછા ,ગડાદર શામળાજી રોડ પર પિલેટ ચોકડી મોડાસા અલગ અલગ રોડ ઉપર ચેકિંગ હાથ ધરતા ચાર ડમ્પર ભૂસ્તર વિભાગે પકડી પાડ્યા હતા અને આશરે ૭,૫૦.૦૦૦રૂપિયા જેટલો દંડ વસૂલવાની કાર્યવાહી હાથ ધરી હતી આ બાબતે ભૂસ્તર શાસ્ત્રી ધવલભાઈએ જણાવ્યું હતું કે અમારી ટીમને ચેકિંગ માટે મોકલી હતી તે દરમિયાન ચાર ડમ્પર રોયલ્ટી પાસ કે પછી ઓવરલોડ ભરેલા હોય તેવા ઝડપી પાડવામાં આવ્યા હતા.
જેને કબજે લઈ દંડ વસુલવા કાર્યવાહી હાથ ધરાઈ છે અને તેમને જણાવ્યું હતું કે અન્ય કોઈ ખનીજ ચોરી થતી હશે તેને રોકવા માટે તમામ પ્રયાસો હાથ ધર્યા છે ખનીજ ચોરીમાં ઝડપાયેલા ડમ્પર (૧)જીજે ૧૨ બી.વી.૩૮૪૧ દંડની રકમ રૂપિયા ૨.૮૬.૪૮૬(૨) જીજે ૩૧ ટી ૨૦૬૧ દંડની રકમ રૂપિયા ૭૫.૯૬૪ (૩)જીજે ૯ એ.વી. ૯૯૭૬ દંડની રકમ રૂપિયા ૩.૩૬.૮૮૦ (૪)જીજે ૩૧ ટી ૧૫૨૯ દંડની રકમ રૂપિયા ૭૫.૯૬૦ ભૂસ્તર વિભાગ ની કડક કાર્યવાહીથી ભૂમાફિયાઓમાં ફફડાટ ફેલાયેલો જાેવા મળે છે