દહેજ મરીન પોલીસ મથકની હદમાંથી ૪ બોગસ તબીબો ઝડપાયા
(તસ્વીરઃ વિરલ રાણા, ભરૂચ) ભરૂચ જીલ્લામાં કોરોનાની ચોથી વેવ શરૂ થઈ જવા સાથે ફરીથી બંગાળી બાબુઓ ભાડાની દુકાનો ખોલી ડુપ્લિકેટ ડૉક્ટર્સની દુકાનો ધમધમાવવા લાગ્યા છે.આ બોગસ તબીબોનું એસઓજી એ ઓપરેશન ખેડી દહેજના જાગેશ્વર અને લખીગામ માંથી ૪ ઝોલા છાપને રૂપિયા ૫૬ હજારની દવાઓ સાથે દબોચી લીધા છે.
ભરૂચ જીલ્લો દેશના તમામ પ્રાંતના લોકોને પ્રત્યક્ષ પરોક્ષ રીતે રોજગારી પૂરો પાડે છે એટલે જ પ્રધાનમંત્રીએ દહેજને લઘુ ભારતનું પણ ઉપનામ આપ્યું હતું.દરેક પ્રાંતના લોકો ઔધોગિક ભરૂચ જીલ્લામાં ઠરીઠામ થયા છે ત્યારે પશ્ચિમ બંગાળના બંગાળી બાબુઓએ તો વગર ડિગ્રીએ ફેક ડૉક્ટર્સની હાટડી ચલાવવાનું જીલ્લાને હબ બનાવી દીધું છે.4 bogus doctors were nabbed from the premises of Dahej Marine Police Station
કોરોનાની ત્રણ વેવમાં ભરૂચ જીલ્લા પોલીસે ઔદ્યોગિક અને આદિવાસી વિસ્તારમાં ભાડે દુકાનો લઈ ફેક ડોકટરનો ધીકતો ધંધો કરતા બોગસ તબીબોને ઝડપી પાડવા ઉપરાછાપરી અભિયાન ચલાવ્યું હતું.જેમાં ૩૦ જેટલા ડુપ્લિકેટ ડોક્ટરોને લાખોના મેડિકલ સાધનો અને દવાઓ સાથે પકડી પાડવામાં આવ્યા હતા.
કોરોના સમી જતા આ ઝોલા છાપ પણ જાણે અટકી ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ હતી.જાેકે ભરૂચ જીલ્લામાં પણ કોરોનાની સંભવત ચોથી લહેર શરૂ થઈ જતા ફરી બોગસ તબીબો અને તેમની જાેખમી હાટડીઓ ધમધમી ઉઠી છે. લોકોના આરોગ્ય સાથે ખીલવાડ કરતા ડિગ્રી વગરના ડોક્ટરો સામે ભરૂચ સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપે ફરી સ્કેનિંગ શરૂ કર્યું હતું.
જેમાં વાગરા તાલુકાના દહેજ નજીક આવેલા લખીગામ અને જાગેશ્વરમાંથી ૪ બંગાળી બાબુઓને વગર ડિગ્રીએ પ્રેક્ટિસ કરતા ઝડપી પાડવામાં આવ્યા છે.
ભરૂચ એસઓજી પી.આઈ વી.બી. કોઠીયા સહિત સ્ટાફે લખીગામ ચોકડી પરથી ઉત્તમ સુશાંતા મોંડળ, શંકર સ્વપ્ન દેબનાથ અને જાગેશ્વર ખાતેથી બીશ્વજીત ત્રિનાથ બીશ્વાસ તેમજ મધુમંગલ જયદેવ બીશ્વાસની રૂપિયા ૫૬ હજારની દવાઓના જથ્થા સાથે ધરપકડ કરી કાર્યવાહી કરવામાં આવી છે. ભરૂચ જીલ્લામાં હાલ કોરોનાના ૪૦ કેસ એક્ટિવ છે.