૪ હોરર ફિલ્મો જે લોકો એકલા જોઈ શકતા નથી

મુંબઈ, અનેક લોકોને હોરર ફિલ્મો જાેવાની આદત હોય છે. જાે કે ઘણાં મુવી એવા હોય છે જે હોરર તો હોય છે પરંતુ તમને એનાથી કોઇ ફરક પડતો હોતો નથી, પરંતુ કેટલાક હોરર મુવી એટલા ડરામણાં હોય છે કે જે તમે એક વાર જાેતા તો જાેઇ લો છો, પરંતુ પાછળથી અનેક ઘણો પસ્તાવો થાય છે. આ સાથે રાત્રે ડર લાગીને સપના પણ ખરાબ આવતા હોય છે. તો આજે અમે તમને એવા ૪ હોરર મુવી વિશે જણાવીશું જે તમારે ક્યારેય પણ એકલતામાં જાેવાની ભૂલ કરવી જાેઇએ નહીં.
આમ, તમે ભલે હોરર ફિલ્મો જાેવાના શોખીન છો પરંતુ આ ફિલ્મો તમારા માટે પણ નથી, કારણકે આ ૪ ફિલ્મોનું લિસ્ટ એવુ છે જે દુનિયાની સૌથી હોરર મુવી છે. પહેલી મુવી છે સ્માઇલ. આ ફિલ્મ સૌથી વધારે હોરર ફિલ્મમાંથી એક છે જે ગયા વર્ષે ૨૦૨૨માં રિલીઝ થઇ હતી. આ પાર્કર ફિન દ્રારા લિખિત અને નિર્દેશિત છે.
આ ૨૦૨૦ની લધુ ફિલ્મ લોરા હેજ નોટ સ્લેપ્ટ પર આધારિત છે. ફિલ્મમાં સોસી બેકને રોજ કોટર નામની એક ડોક્ટરની ભૂમિકા નિભાવી છે, જે એક દર્દીની વિચિત્ર આત્મહત્યાને જાેઇને હાંફી જાય છે અને પછી પોતે અનુભવ કરે છે તો આ બહુ વિચિત્ર હોય છે. આ ફિલ્મને તમે એમેઝોન પ્રાઇમ પર જાેઇ શકો છો. બીજા નંબર પર હોરર ફિલ્મ હેરેડેટ્રીનું નામ આવે છે. આ ફિલ્મ વર્ષ ૨૦૧૮માં રિલીઝ થઇ હતી જે એરી એસ્ટરે એમના નિર્દેશનમાં પહેલી વાર લખીને નિર્દેશિત કરી હતી.
આ ફિલ્મ દર્શકોને ડરાવવામાં ખૂબ સફળ રહી હતી. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ પર જાેઇ શકો છો. ત્રીજા નંબર પર હોરર ફિલ્મ બ્લેક ફોન આવે છે. આ ફિલ્મ વર્ષ ૨૦૨૧માં રિલીઝ થઇ હતી. આ સ્કોટ ડેરિક્સન દ્રારા નિર્દેશિત કરવામાં આવી છે. આ ફિલ્મમાં એક બાળકનું કિડનેપ કરવામાં આવે છે અને પછી એને જે જગ્યામાં રાખવામાં આવે છે ત્યાં એક ટેલીફોન હોય છે જેનાથી મૃત લોકો આ બાળક સાથે વાત કરે છે. આ ફિલ્મ તમે એમેઝોન પ્રાઇમ વિડીયોમાં જાેઇ શકો છો.
ચોથા નંબર પર હોરર ફિલ્મ રો આવે છે. આ ફિલ્મ ૨૦૧૬માં રિલીઝ થઇ હતી. આ ફિલ્મ એક છોકરીને નોન વેજિટેરિયનના રૂપમાં બતાવવામાં આવી છે અને પછી એક દિવેસ આ છોકરી એના બોયફ્રેન્ડની ડેડ બોડીને ખાતી જાેવા મળે છે.SS1MS