Western Times News

Gujarati News

રાજાૈરીમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાથી દેશભરમાં રોષ

4 innocent Hindus including a child were killed today by Islamist terrorists in Rajouri of Jammu & Kashmir.

કાશ્મીરના રાજાૈરીમાં આતંકીઓએ સામાન્ય લોકો પર ગોળીબાર કરતા ત્રણના મોતઃ સતત બીજા દિવસે બ્લાસ્ટથી જવાનો એલર્ટ

(એજન્સી)શ્રીનગર, જમ્મુ કાશ્મીરના રાજાૈરીમાં ગોળીબારની ઘટનામાં ત્રણ સ્થાનીક લોકોના મોત થયા છે અને સાત લોકોને ઇજા પહોંચી છે ઉપરી ડાંગરી ગામમાં આશરે ૫૦ મીટરના અંતરે સ્થિત ત્રણ ધરો પર આ ગોળીબાર થયો હતો આ ઘટના બાદ વિસ્તારમાં સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું છે.

રાજાૈરીમાં ટાર્ગેટ કિલિંગની ઘટનાથી ભારે રોષ ફેલાયો છે. રાજાૈરી સ્થિત હોસ્પિટલના મેડિકલ સુપ્રિડેન્ટ ડો.મહમુદે આ અંગે જણાવ્યું હતું કે રાજાૈરીના ડાંગરી વિસ્તારમાં ફાયરિંગની ઘટનામાં ત્રણ લોકોના મોત થયા છે અને સાતને ઇજા પહોંચી છે ઇજાગ્રસ્તોની સારવાર અહીં હોસ્પિટલમાં ચાલી રહી છે

પોલીસ તથા જિલ્લા વહીવટી તંત્રના લોકો અહીં પહોંચ્યા છે. એ યાદ રહે કે આ પહેલા ૧૬ ડિસેમ્બરે સૈન્ય શિબિરની બહાર ગોળીબાર થઇ હતી જેમાં બે સામાન્ય નાગરિકના મોત અને એકને ઇજા પહોંચી હતી સેનાએ આ ઘટના માટે અજાણ્યા આતંકવાદીઓને જવાબદાર ઠેરવ્યા હતાં

પરંતુ અધિકારીઓએ પહેલા કર્યું હતું કે સેનાના એક સંતરીએ કથિત રીતે ગોળીબાર કરી જેમાં લોકોને નુકસાન પહોંચ્યું છે આ ઘટના બાદ સ્થાનીક લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતાં અને આ હત્યાઓનો વિરોધમાં શિબિર પર પથ્થરમારો કર્યો હતો.

દરમિયાન શ્રીનગરમાં આતંકવાદીઓએ સીઆરપીએફના એક બંકર પર ગ્‌્રેનેડ ફેંકયુ હતું જે રસ્તા કિનારે ફાટી ગયું હતું જેમાં એક વ્યક્તિને ઇજા થઇ હતી અધિકારીઓ પ્રમાણે આ ઘટના શ્રીનગરના હલવલ વિસ્તારમાં બની હતી આતંકીઓએ સાંજે લગભગ ૮ કલાકે મિર્ઝા કામિલ ચોકની પાસે સીઆરપીએફના એક બંકર તરફથી ગ્રેનેડ હુમલો કર્યો હતો

જે રસ્તા કિનારે ફાટી ગયું હતું અધિકારીઓએ કહ્યું કે હબક નિવાસી સમીર અહમદ મલ્લાને વિસ્ફોટમાં સામાન્ય ઇજા થઇ છે તેમણે કહ્યું કે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે.આ ઘટના બાદ ઓપરેશન શરૂ કરાયું છે. જમ્મુ-કાશ્મીરના રાજૌરી જિલ્લામાં

આતંરરાષ્ટ્રીય સરહદ નજીક સ્થિત ગામ ડાંગરીને આતંકવાદીઓએ ૨૪ કલાકની અંદર બે વખત નિશાન બનાવ્યુ છે. આજે સવારે ગામમાં આઈઈડી બ્લાસ્ટ થયો હતો જેમાં ૫ લોકો ઘાયલ થયા હતા. રાજૌરીના અપર ડાંગરી વિસ્તારમાં ગઈ કાલે સાંજે લગભગ ૭ વાગ્યે બે આતંકવાદીઓએ અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં ચાર લોકોના મોત થયા હતા.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.