Western Times News

Gujarati News

4 માસમાં 4 લાખથી વધુ AMCને ફરિયાદો કરી પ્રાથમિક સુવિધા બાબતે અમદાવાદના શહેરીજનોએ

શહેરના નાગરિકોએ પ્રાથમિક સુવિધાઓ બાબતે માત્ર ચાર માસમાં ઓનલાઈન ૪૦૧૩૫૯ ફરિયાદ કરી -નળ ,ગટર, રોડની કુલ ૨,૧૧,૯૦૪ ફરિયાદોઃ શહેઝાદખાન પઠાણ

(પ્રતિનિધિ) અમદાવાદ, અમદાવાદ મ્યુનિ.કોર્પોના ભાજપના સત્તાધીશો એક તરફ વિકાસ ના દાવા કરે છે અને બીજી તરફ નાગરિકો પ્રાથમિક સુવિધા માટે વલખા મારી રહ્યા છે

મ્યુનિસિપલ કોર્પોરેશનના ૧૨ હજાર કરોડના બજેટ છતાં નાગરિકને પાણી,ગટર, રોડ, લાઈટ જેવી સવલત મળતી નથી. જેના પુરાવા કોર્પોરેશન ની ઓનલાઈન ફરિયાદ સેવામાં નોંધતી ફરિયાદ ની સંખ્યા પરથી મળી રહયા છે. શહેરના નાગરિકો ઘ્‌વારા છેલ્લા ૪ મહિનામાં જ પ્રાથમિક સુવિધાઓ ને લગતી ૪ લાખ ફરિયાદ કરવામાં આવી છે મ્યુનિસિપલ કોંગ્રેસના મત મુજબ આ બાબત સત્તાધારી પાર્ટીની નિષ્ફળતા જાહેર કરે છે.

મ્યુનિસિપલ વિપક્ષી નેતા શહેઝાદ ખાન પઠાણ ના જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના કરદાતાઓ દ્વારા ચાર માસમાં પ્રાથમિક સુવિધાની સમસ્યાઓ બાબતે ૪૦૧૩૫૯ જેટલી અરજીઓ કરવામાં આવી છે. અમદાવાદ મ્યુનિ. કોર્પોરેશનના શાસકો અને વહીવટીતંત્ર પ્રજાને પ્રાથમિક સુવિધાઓ આપવામાં નિષ્ફળ ગયા છે

તા.૧-૦૬-૨૪ થી તા.૦૭-૦૧૦-૨૪ સુધીમાં એટલે કે ચાર માસમાં પ્રજા દ્વારા મ્યુ.કોર્પોનો ઓનલાઈન કમ્પલેઈન કરવા માટેનો નં ૧૫૫૩૦૩ ઉપર તમામ ઝોનની મળી ૪૦૧૩૫૯ જેટલી ફરિયાદો કરવામાં આવી છે જેમાં ડ્રેનેજ વિભાગની ૧૩૫૯૯૨ ફરિયાદ છે.

જેમાં મુખ્યત્વે ડ્રેનેજ ચોકઅપ થવાની તથા ડ્રેનેજની અન્ય ફરિયાદો છે રોડ વિભાગ ની ૨૧૫૪૯ ફરિયાદો છે. તેમાં ભુવા પડવાની ૩૩૯૭, તુટેલા રોડ બાબતે ૧૫૬૧૫ તેમજ રોડની અન્ય ફરિયાદો ૨૫૩૭ છે સ્ટ્રોમ વોટરની સમસ્યા બાબતે ૧૩૨૪૦ ફરિયાદો છે. વરસાદી પાણી ભરાવવાની ૮૦૨૪, તુટેલી કેચપીટો બાબતે પ૨૧૬ તેમજ તુટેલી ફુટપાથ બાબતે ૧૦૮૮૨ ફરિયાદો કરવામાં આવી છે

વોટર વિભાગની પ્રેશર ઓછું હોવા, પાણીનો પુરતો સપ્લાય નહી હોવા બાબતો જેવી ૨૯૯૯૪ જેટલી ફરિયાદો થઈ છે .જેથી ઈજનેર ખાતાની તમામ ઝોનની મળી કુલ ૨,૧૧,૯૦૪ જેટલી ફરિયાદો નોંધાઇ છે.

મ્યુનિસિપલ સ્ટ્રીટલાઈટ અંગે તમામ ઝોનની મળી ૪૮૧૩૨, સી.એન.સી.ડી. ની ૩૪૨૫, સોલીડ વેસ્ટ વિભાગની ૪૮૮૭૫ તેમજ અન્ય ખાતાની વિવિધ ફરિયાદો મળી ૪,૦૧,૩૫૯ ફરિયાદો થવા પામેલ છે મોટાભાગની ફરિયાદોનો નિકાલ કર્યા વગર જ ક્લોઝ કરી દેવામાં આવે છે આ આંકડો માત્ર ઓનલાઈન ફરિયાદોનો છે ત્યારે ઓફલાઇન એટલે કે રૂબરૂ ફરિયાદો કરી હોય તેની સંખ્યા જોડવામાં આવે તો ફરિયાદોની સંખ્યા કયાં પહોંચી હશે તે બાબત વિચારણા માંગી લે તેવી છે.

આ ફરિયાદો ઝોનદીઠ જોવામાં આવે તો મધ્ય ઝોનની ૬૭૫૩૯, પૂર્વ ઝોનની ૪૪૯૪૮, ઉત્તર ઝોનની ૬૫૮૩૫, ઉત્તર પશ્ચિમ ઝોનની ૪૦૬૫૩, દક્ષિણ ઝોનની ૬૯૮૭૫, દક્ષિણ પશ્ચિમ ઝોનની ૨૬૪૭૭ અને પશ્ચિમ ઝોનની ૮૬૦૩૨ મળી કુલ ૪૦૧૩૫૯ ફરિયાદ થઈ છે તેમ તેમણે વધુમા જણાવ્યું હતું.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.