૪૦ લાખ પૂર્વ સૈનિકો ભારત સામે લડવા તૈયાર છે તેઓને ગણવેશને ઇસ્ત્રી કરવાની જ બાકી છે

નવી દિલ્હી, પહેલગામ હુમલા પછી બંને દેશો વચ્ચે વધી રહેલી તંગદિલીનાં પગલે પાકિસ્તાનના પત્રકાર જાવેદ ચૌધરીએ કહ્યું હતું કે પાકિસ્તાનના ૪૦ લાખ નિવૃત્ત સૈનિકોને સરહદે રવાના કરી શકાય તેમ છે.
તેઓ દેશનાં સંરક્ષણ માટે ગણવેશ પહેરવા તૈયાર જ છે. ગણવેશને માત્ર ઇસ્ત્રી કરવાની જ બાકી છે.આ પત્રકારે વધુમાં કહ્યું હતું કે, આ પૂર્વ સૈનિકોને તેઓના ગણવેશને ઇસ્ત્રી કરવા તથા તેઓનાં શસ્ત્રોનું ઓઈલિગ કરવા પણ કહી દેવાયું છે. આ સાથે તેઓને સરહદો પર મોકલવા માટે વાહનો પણ તૈયાર રખાયા છે અને ગીનેસ બુકમાં પણ જેની નોંધ લેવાશે, તેટલી ઝડપથી તેમને સરહદે ગોઠવી દેવાશે.
જો કે જાવેદ ચૌધરીનાં આ વિધાનોને કોઈ સત્તાવાર પુષ્ટિ મળતી નથી. પરંતુ તેમ માનવામાં આવે છે કે, પાકિસ્તાનની જનતાનું મનોબળ ટકાવી રાખવા પાકિસ્તાન સરકારે જ આડકતરી રીતે આવા વિધાનો વહેતાં મુકાવ્યા હશે.
કારણ કે હજી પાકિસ્તાનની યુદ્ધ તૈયારીઓ પૂરી થઈ નથી. તેથી પ્રજાનું મનોબળ ટકાવી રાખવા આવા વિધાનો કરાવ્યાં હશે.ભારતે આ દાવાનો તત્કાળ ઉત્તર આપતાં જણાવ્યું હતું કે, ભારતને નિવૃત્ત સૈનિકોને ફરજ પર બોલાવવાની જરૂર જ નથી. કારણ કે તેની પાસે પૂરતું સૈનિક સંખ્યા બળ છે. જે કોઈપણ આક્રમણને પૂરો જવાબ આપી શકે તેમ છે.SS1MS