4 માસના બાળકની લાશ ખોદી પોસ્ટમોર્ટમ કરતાં પ્રેમીનો ભાંડો ફૂટ્યો
પ્રેમમાં અંધ બનેલા યુવકે પ્રેમિકાના 4 માસના બાળકની હત્યા કરી
સુરત, વલસાડના ઉમરગામમાં સગીર બોયફ્રેન્ડે પોતાની પ્રેમિકાના ૪ માસના બાળકની હત્યા કરી નાંખી છે. પ્રેમિકાની ગેરહાજરીમાં બાળકી હત્યા કરી પ્રેમીએ બાળક પડી જતા મોત થયું હોવાનું જુઠ્ઠાણું ચલાવ્યું હતું.
જો કે, અંતિમવિધિ પછી પ્રેમી ભાગી જતાં પ્રેમિકાએ પોલીસમાં શંકા વ્યકત કરતાં બાળકની લાશ ખોદી પોસ્ટમોર્ટમ કરતાં ભાંડો ફૂટયો હતો. આખરે પોલીસે સગીર પ્રેમીને ઉત્તરપ્રદેશથી ઝઢપી પાડયો હતો.
ઉત્તરપ્રદેશની મૂળ વતની મહિલા તેના ચાર માસના પુત્ર સાથે ઉમરગામની ગાંધીવાડીમાં સગીર બોયફ્રેન્ડ સાથે લિવ-ઈન રિલેશનશીપમાં રહેતી હતી. ગત ૧૩ જાન્યુઆરી ર૦રપના રોજ મહિલા કપડા ખરીદવા બજાર ગઈ હતી અને બાળકને ઘરે બોયફ્રેન્ડ પાસે મૂકી ગઈ હતી. આ દરમિયાન સગીર બોયફ્રેન્ડે બાળકને બાથરૂમમાં જમીન ઉપર પછાડીને તેની હત્યા કરી નાંખી હતી.
શરૂઆતમાં તેણે બાળક રમતા-રમતા પડી જવાથી મૃત્યુ પામ્યું હોવાનું જણાવ્યું હતું અને પ્રેમી મહિલાની સાથે પાડોશીઓની મદદથી બાળકનો મૃતદેહ દફનાવી દીધો હતો. બીજા દિવસે સવારે બોયફ્રેન્ડ ઘરેથી ભાગી જતાં પ્રેમિકાને શંકા ઉદ્દભવી હતી અને પોલીસને જાણ કરવામાં આવી હતી.
એટલે પોલીસે મૃતદેહને કબરમાંથી બહાર કઢાવી ફોરેÂન્સક પોસ્ટમોર્ટમ કરાવ્યું જેમાં માથામાં ગંભીર ઈજાના કારણે મોત થયું હોવાનું સત્ય સામે આવ્યું હતું. પોલીસે હત્યા નિપજાવનારા સગીર પ્રેમીને ઉત્તરપ્રદેશથી ઝડપી પાડયો હતો.