Western Times News

Gujarati News

ઇસ્કોન, પંચવટી સહિત નવા 4 ફ્લાય ઓવર અને પાંચ રેલવે અન્ડરપાસ માટે AMC બજેટમાં જોગવાઇ

Ahmedabad મ્યુનિ. કમિશનરનું ક્લાઈમેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચર બજેટ રહેશે : બજેટ કદ રૂ.13500 કરોડ કરતા વધુ-હાઇકોર્ટેની છેલ્લી મુદતમાં પડેલી ફિટકાર બાદ કમિશનર તરફથી જાહેર કરવામાં આવનાર બજેટમાં ટ્રાફિક, પાર્કિંગ , પ્રદુષણ અને રોડ પર ભાર મુકવામાં આવે તેવી શકયતા

100 કરતા વધુ નવી ઇલે.બસો ખરીદ કરાશે : વ્હાઇટ ટોપિંગ-આઇકોનીક રોડ પર ભાર મૂકાશે : મોર્ડન ટ્રાન્સપોર્ટ હબ બનશે: નવરંગપુરા સહિત તમામ મ્યુનિસિપલ માર્કેટ રી-ડેવલપ કરાશે : ગામતળમાં નવા નેટવર્ક નખાશે

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ,  અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે નાણાકીય વર્ષ 2025-26નું ડ્રાફ્ટ બજેટ કમિશ્નર ઘ્વારા 6 ફેબ્રુઆરી એ રજૂ કરવામાં આવશે. મ્યુનિસિપલ કમિશનરે 2024-25 માં રૂ.10801 કરોડનું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું જેમાં લગભગ 22 થી 25 ટકાના વધારા સાથે રૂ. 13500 કરોડનું નવું બજેટ જાહેર કરી શકે છે.તેમજ સતત બીજા વર્ષે રી-વાઇઝ બજેટમાં વધારો પણ થઈ શકે છે.

મ્યુનિસિપલ કમિશનરના બજેટમાં ક્લાઈમેટ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સાથે સાથે રીંયુએબલ એનર્જી  ને મહત્વ આપવામાં આવશે. કમિશનર નું ડ્રાફ્ટ બજેટ વેરારહિત રહેશે પરંતુ 2023-24થી અમલી 2 ટકા વધારાની ફોર્મ્યુલા ચાલુ રહેશે. મ્યુનિસિપલ કમિશનર ઘ્વારા રજૂ કરવામાં આવનાર ડ્રાફ્ટ બજેટનું કદ રૂ.13500  કરોડ કરતા વધુ રહેશે. આ ઉપરાંત 2024-25ના બજેટની રકમ રૂ.10801 ને  રૂ.11500 કરોડ સુધી રી વાઇઝ કરી શકે છે.

હાઇકોર્ટેની છેલ્લી મુદતમાં પડેલી ફિટકાર બાદ કમિશનર તરફથી જાહેર કરવામાં આવનાર બજેટમાં ટ્રાફિક, પાર્કિંગ , પ્રદુષણ અને રોડ પર ભાર મુકવામાં આવે તેવી શકયતા નકારી શકાય તેમ નથી. કમિશનર ઘ્વારા રોડ માટે રૂ.11000 કરોડ કરતા વધુ રકમ ની જોગવાઈ બજેટમાં થઈ શકે છે. શહેરમાં નવા આઇકોનીક અને વ્હાઇટ ટોપિંગ રોડ બનાવવા પર ભાર મૂકવામાં આવશે.

ટ્રાફિક સમસ્યા હળવી કરવા માટે નવા જંકશન બનાવવા તેમજ હયાત તમામ જંકશન ના રી ડેવલપમેન્ટ માટે  જાહેરાત થઈ શકે છે.પાર્કિંગ સમસ્યા હળવી કરવા ઓપન પાર્કિંગ તૈયાર કરવામાં આવશે. તેમજ સીસ્ટમેટિક ટ્રાફિક પ્લાનિંગ માટે પોલિસી બનાવવા જાહેરાત થાય તેવી સંભાવના છે.

આ ઉપરાંત પંચવટી, ઇસ્કોન સહિત નવા ચાર ફ્લાય ઓવર અને પાંચ રેલવે અન્ડરપાસ માટે પણ બજેટમાં જોગવાઇ કરવામાં આવશે. ફ્લાયઓવર માટે સરકાર તરફથી ગ્રાન્ટ આપવામાં આવે છે તેથી બજેટમાં રૂ.5 કરોડ સુધી ની રકમ ફાળવવામાં આવે તેવી વકી છે.પ્રદુષણ દૂર કરવા માટે 120 કરતા વધુ નવી ઇલેક્ટ્રિક બસોની ખરીદી માટે પણ કમિશનર જાહેરાત કરે તેવી શક્યતા નકારી શકાય તેમ નથી.

નાણાકીય વર્ષ 2024-25માં ઝોનલ બજેટ માટે રૂ.650 કરોડ ફાળવવામાં આવ્યા છે જયારે નવા નાણાકીય વર્ષ માં ઝોનલ બજેટમાં 15 થી 20 ટકા નો વધારો થઈ શકે છે. જેમાં પી.આઈ.યુ. માટે કેપિટલ અને અન્ય ખર્ચ માટે રેવન્યુ બજેટ એમ બે અલગ અલગ જોગવાઈ થશે. એર પોલ્યુશન માટે 15 નવા બગીચા / ઓક્સિજન પાર્ક બનાવવા માટે વિચારણા થશે.

આના માટે 15માં નાણાંપંચ ની ગ્રાન્ટમાંથી જ ખર્ચ થશે. તેમ છતાં મેન્ટેનન્સ માટે બગીચા વિભાગ માટે રૂ.10 કરોડ ની જોગવાઈ થઈ શકે છે. વર્તમાન નાણાકીય વર્ષની માફક આગામી વર્ષમાં પણ કડીયા નાકા અને વેજીટેબલ માર્કેટ માટે જાહેરાત થશે. શહેરમાં નવા 10 કરતા વધુ વેજીટેબલ માર્કેટ અને 4 જેટલા કડીયાનાકા બની શકે છે. સૈજપુર, ભાઈપુરા, નરોડા માં વેજીટેબલ માર્કેટ અને વાડજ – વાસણા માં કડીયાનાકા માટે કોર્પોરેટરો ની માંગણી છે જે પૂર્ણ થઈ શકે છે.

સિન્ધુભવન રોડ પર રૂ.125 કરોડના ખર્ચથી સીટી સ્કવેર બનાવવા માટે આયોજન કરવામાં આવશે. નાગરિકો ને પૂરતા પ્રમાણ માં પીવાલાયક પાણી મળી રહે તે માટે ચાંદખેડા ટી.પી.75, રામોલ, મનમોહન પાર્ક, ગોતા, શિલજ અને સરખેજમાં નવી ટાંકી માટે ની જૂની ડિમાન્ડ પૂર્ણ થઈ શકે છે. જયારે ઇસનપુર, લાંભા, ઓઢવ, વસ્ત્રાલ, જોધપુર, રામવાડી સહિતની ટાંકીઓના ઓગમન્ટેશન માટે પણ જાહેરાત થયા તેમ છે. આ ઉપરાંત જાસપુર ખાતે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ અપગ્રેડ કરવા કે નવો પ્લાન્ટ બનાવવા માટે ડ્રાફ્ટ બજેટમાં જોગવાઈ કરવામાં આવશે. મ્યુનિસિપલ કોર્પોરેશન ના નવરંગપુરા માર્કેટ ને રી-ડેવલપ કરવામાં આવશે.

ડ્રાફ્ટ બજેટમાંગામતળ ના વિસ્તારોમાં નવા નેટવર્ક નાખવા જાહેરાત થશે.શહેરમાં આરટીઓ અને ઘુમા વિસ્તારમાં મલ્ટી મોર્ડન ટ્રાન્સપોર્ટ હબ તૈયાર થાય તે દિશામાં પણ જાહેરાત થઈ શકે છે. મોટાભાગના વિસ્તાર ને પ્રિ સેન્ટ એરિયા તરીકે ડેવલપ કરવામાં આવશે. મ્યુનિસિપલ અર્બન હેલ્થ સેન્ટર ને વધુ સ્ટ્રેન્થેન કરવામાં આવશે

તેમજ કાંકરીયા લેક વિસ્તારમાં સહેલાણીઓ માટે વધુ નવા આકર્ષક મૂકવામાં આવશે. સોલિડ વેસ્ટ વિભાગ નો ખર્ચ એસ.બી.એમ. થી થાય છે તેમ સ્વચ્છતા માટે રૂ.1000 કરોડ આસપાસ ની જોગવાઈઓ કરવામાં આવશે. રેવન્યુ આવકમાં નોંધપાત્ર વધારો થયો હોવાથી આગામી નાણાકીય વર્ષમાં કેપિટલ બજેટ એટલે કે વિકાસ કામનું બજેટ રૂ 6500 કરોડ આસપાસ રહે તેવી શક્યતા છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.