ત્રંબા ત્રિવેણી સંગમ ખાતે ગણેશ વિસર્જન દરમિયાન ૪ લોકો ડૂબ્યા
રાજકોટ, રાજકોટ ભાવનગર હાઇવે પર ત્રંબા ગામ નજીક ગણેશ વિસર્જન કરવા આવેલા ત્રિવેણી નદીમાં ૪ લોકો ડૂબ્યા હતા. જેમાં ગામ લોકો દ્વારા તેમને બચાવવામાં આવ્યા હતા. ત્રણ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા છે. ગામના તરવૈયા યુવાનો દ્વારા ત્રણ લોકોને બચાવી લેવામાં આવ્યા છે.
એકની હાલત ગંભીર હોવાથી તેને ૧૦૮માં સારવાર માટે રાજકોટ ખસેડાયો હતો. તેનુ સારવાર દરમિયાન મોત થયું છે. મામલતદાર સહિતના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા હતા. ઘટનાસ્થળે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા. રાજકોટમાં આઠ સ્થળો પર ૫ હજારથી વધુ ગણેશ મૂર્તિનું આજે વિસર્જન કરવામાં આવ્યું છે.
લોકોને તેમના હાથે વિસર્જન નહીં કરવા દેવાય, ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. અકસ્માત અટકાવવા રેસ્ક્યૂ બોટ-એમ્બ્યુલન્સ રાખવામાં આવી હતી. ભાવિકોએ વાજતે ગાજતે ઘરોમાં અને શેરીએ શેરીએ ગણેશજીની સ્થાપના કર્યા બાદ હવે વિÎનહર્તાની ભાવભેર વિદાય આપી રહ્યા છે.
રાજકોટમાં નાની-મોટી આશરે ૫ હજારથી વધુ ગણેશ મૂર્તિઓનું આજે જુદા જુદા ૮ સ્થળે વિસર્જન કરવાની વ્યવસ્થા મનપા દ્વારા કરવામાં આવી છે. રાજ્યમાં ગણપતિ વિસર્જન દરમિયાન અત્યાર સુધીમાં ઘણા અકસ્માતમાં લોકોના મૃત્યુ થયા છે ત્યારે સાવચેતીના ભાગરૂપે અકસ્માત અટકાવવા માટે રાજકોટમાં પણ જુદા જુદા ૮સ્થળે રેસ્ક્યૂ બોટ અને એમ્બ્યુલન્સ રાખવામાં આવી છે.
આ ઉપરાંત આકસ્મિક સંજોગો માટે ફાયર સ્ટાફ, પોલીસ બંદોબસ્ત અને ડોક્ટરને પણ સ્ટેન્ડ ટુ રાખવામાં આવનાર છે. મનપાએ નક્કી કરેલા ૮ સ્થળએ લોકોને તેમના હાથે ગણપતિની મૂર્તિ વિસર્જન નહીં કરવા દેવાય, પરંતુ ભાવિકોએ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે તેઓ વિસર્જન કરશે. પાણીની નજીક કોઇપણ વ્યક્તિને જવા દેવામાં આવશે નહીં તેના માટે બેરિકેડ પણ રાખવામાં આવ્યા છે.
મનપા દ્વારા જણાવાયું હતું કે, ૮ સ્થળોએ ગણેશજીની પ્રતિમાઓના વિસર્જન માટે ફાયર શાખા દ્વારા સલામતીની દૃષ્ટિએ ૮ સ્થળે ક્રેન, રેસ્ક્યૂ બોટ, એમ્બ્યુલન્સ અને લાઇફ બોયા, લાઇફ જેકેટ સાથે સ્ટેશન ઓફિસર, લીડિંગ ફાયરમેન, ફાયરમેન સહિત વ્યક્તિઓનો સ્ટાફ સવારે ૭ વાગ્યાથી રખાશે.
દરેક સ્થળે બેરિકેડ લગાવી ફાયર શાખા દ્વારા વિસર્જન કરવામાં આવશે. લોકોને તેમના હાથે વિસર્જન કરવા દેવામા આવશે નહીં. વિસર્જન સ્થળ પર મૂર્તિ પધરાવવાની થાય ત્યારે સ્થળ પર પહોંચ્યા બાદ ફાયર સ્ટાફને મૂર્તિ સોંપી દેવાની રહેશે. મનપા દ્વારા જાહેર કરવામાં આવેલા આઠ સ્થળ સિવાયના અન્ય કોઈ સ્થળે ગણેશ વિસર્જન નહીં કરવા અનુરોધ કરાયો છે.SS1MS