Western Times News

Gujarati News

ખાણીપીણીના ધંધાના વેપારીઓને ડુપ્લીકેટ ઘીના નામે તોડ કરતાં 4 ઝડપાયા

ફૂડસેફટી ઓફિસરના સ્વાંગમાં ઈન્દોરના ૪ શખ્સ હથિયાર સાથે ઝડપાયા-ચારે જણા પાસેથી માઉઝર પીસ્ટલ, ચાર જીવતા કારતુસ, પાંચ મોબાઈલ, એક વિડીયો કેમેરો મળ્યા

દાહોદ, ડુપ્લીકેટ ઘી ના નામે પૈસા પડાવવા ફૂડ સેફટી ઓફિસરના સ્વાંગમાં ઉસરવાણ ખાતેની શ્રી મહાલક્ષ્મી ઓઈલ ડેપો નામની ફેકટરીમાં આવેલા મધ્યપ્રદેશના ઈન્દોરના ચાર જણાને દાહોદ બી ડીવીઝન પોલીસે ઝડપી પાડી તેઓ પાસેથી માઉઝર પિસ્ટલ, ચાર જેટલા જીવતા કારતુસ, પાંચ મોબાઈલો, એક વિડીયો કેમેરો વગેરે મળી કુલ રૂ.પ૬૭૦૦નો મુદ્દામાલ કબજે લઈ ચારેને જેલના સળિયા પાછળ મોકલી આપ્યાનું સત્તાવાર રીતે જાણવા મળ્યું છે.

પ્રાપ્ત વિગત અનુસાર મધ્યપ્રદેશના ઈન્દોર શહેરના જુદા જુદા વિસ્તારમાં રહેતા ર૭ વર્ષીય વૈભવ રમેશ ચૌહાણ, ર૧ વર્ષીય સુનિલ મોહનલાલ નાગર, ૩ર વર્ષીય રોહિત રાજેન્દ્રભાઈ પરમાર તથા પ૦ વર્ષીય પ્રવેશભાઈ ઉમેશભાઈ ચૌહાણ એમ ચારે જણા પરમ દિવસ શુક્રવારના રોજ બપોરના બે વાગ્યાના સુમારે દાહોદ નજીક ઉસરવાણ ખાતેના રિલાયન્સ એસ્ટેટમાં આવેલ શ્રી મહાલક્ષ્મી ઓઈલ ડેપો નામની ફેકટરીમાં ફુડ સેફટી અધિકારી હોવાનું તરકટ રચી ધસી આવ્યા હતા.

પોતે ફુડ સેફટી અધિકારી હોવાની પોતાની ખોટી ઓળખ આપી ફેકટરીના દરવાજા બંધ કરી ફેકટરીમાં વિડીયો રેકો‹ડગ કરતા ફેકટરીના માલિક નિરજ રેવાચંદ મામનાણીએ તે ચારે જણા પાસે ફૂડ સેફટી ઓફિસર હોવાના પુરાવા માટે તેમના આઈડી કાર્ડની માંગણી કરી હતી.

જેના પગલે આઈડી કાર્ડ બતાવવાના બદલે તેઓએ તમારી ફેકટરીમાં ડુપ્લીકેટ ઘી બનાવવાનો કેસ કરીએ છીએ અને જો તમારે ડુપ્લીકેટ ઘીનો કેસ ન કરવા દેવો હોય તો તમારે રૂપિયા આપવા પડશે. તેમ કહી ફેકટરીના માલિક નીરજભાઈ મમનાણી પાસેથી તે ચારે જણાએ બળજબરીથી પૈસા કઢાવવાની કોશિશ કરી હતી.

ફેકટરીના માલિક નીરજભાઈ મામનાણીને તે ચારે જણા ફોડ હોવાની આશંકા જતા તેઓએ આ અંગેની જાણ દાહોદ બી ડીવીઝન પોલીસ સ્ટેશને કરતા દાહોદ બી ડીવીઝન પોલીસ સ્ટેશનના જવાબદાર અધિકારી પોતાના સ્ટાફના માણસોને સાથે લઈ ઉસરવાણ ખાતે આવેલ શ્રી મહાલક્ષ્મી ઓઈલ ડેપો નામની ફેકટરીં પહોંચી ગયા હતા.

ફૂડ સેફટી ઓફિસરની ખોટી ઓળખ બતાવી પૈસા પડાવવા આવેલ ચારે જણાની ધરપકડ કરી તેઓ પાસેથી દેશી હાથ બનાવટની માઉઝર પિસ્ટલ તથા ચાર જેટલા જીવતા કારતુસ તથા ચારેય જણા પાસેથી રૂ.ર૧પ૦૦ ની કુલ કિંમતના મોબાઈલ ફોન નંગ પાંચ, રૂપિયા ૩૦૦૦ની કિંમતનો સોની કંપનીનો વિડીયો કેમેરો, સોની કંપનીનું વાયરવાળું ચાર્જર, ચાર બેટરી, ત્રણ ચા‹જગ વાયર તથા એક મેમરી કાર્ડ વગેરે મળી રૂ.પ૬૭૦૦નો મુદ્દામાલ પકડી કબજે લીધો હતો.

 


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.