ચાલુ ફરજે વિદેશ પ્રવાસે ગયેલા સૌરાષ્ટ્રના ૪ પોલીસકર્મી સસ્પેન્ડ
અમદાવાદ, ગુજરાત રાજ્ય પોલીસ વડાએ મોટી કાર્યવાહી કરી છે. જેમાં શિસ્તમાં ન રહેનાર પોલીસ કર્મચારીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. જેમાં ચાલુ ફરજે વિદેશ પ્રવાસે જનાર ૪ પોલીસકર્મીને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે. ચાલુ પગારે પોલીસકર્મીઓ વિદેશ પ્રવાસે ગયા હતા અને આ માહિતી સામે આવી હતી.
જેમા ૯ પોલીસ કર્મચારી સામે ખાતાકીય તપાસના આદેશ કરવામાં આવ્યા છે તો એસએમસીના વડા નિર્લિપ્ત રાયના સ્ફોટક રિપોર્ટ બાદ કાર્યવાહી કરવામાં આવી છે.
અમદાવાદ શહેરમાંથી ૧૩ પોલીસ કર્મચારીની ગત નવેમ્બરમાં જિલ્લા બદલી કરાઈ હતી. ૧૩ પૈકી ૪ પોલીસ કર્મચારીઓને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કર્યા છે. પોલીસ વિભાગની મંજૂરી વિના ચાલુ પગારે પોલીસ કર્મીઓએ અનેક વિદેશ પ્રવાસ કર્યા હતા.
બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓ પૈકી ૪ જેમાં હેડ કોન્સ્ટેબલ ફિરોજખાન પઠાણ (બોટાદ), પોલીસ કોન્સ્ટેબલ હરવિજયસિંહ ચાવડા (અમરેલી), પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ ચૌહાણ (જામનગર) અને પોલીસ કોન્સ્ટેબલ મહેન્દ્રસિંહ દરબાર (જામનગર)ને ડીજીપી વિકાસ સહાયે સસ્પેન્ડ કરવાનો હુકમ કર્યાે છે.
રાજ્ય પોલીસ વડા વિકાસ સહાયે અમદાવાદના ૧૩ પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી બાદ વધુ એક આકરો નિર્ણય લીધો છે. અમદાવાદ શહેર પોલીસમાં છેલ્લાં કેટલાંક વર્ષાેથી પ્રભુત્વ ધરાવતા પોલીસ કર્મચારીઓની જિલ્લા બદલી થતાં ત્રણ કર્મચારીઓએ વિકાસ સહાય સામે બાંયો ચઢાવી ગુજરાત હાઇકોર્ટના દ્વાર ખખડાવ્યા હતાં. જિલ્લા બદલી કરાયેલા પોલીસ કર્મચારીઓની તપાસ ડીજીપી સહાયે સ્ટેટ મોનિટરિંગ સેલના ડીઆઈજી નિર્લિપ્ત રાયને સોંપી હતી.SS1MS