૧૯૬૦થી ૧૯૬૯ સુધી બોલિવૂડમાં થઇ ૪ સ્ટાર્સની એન્ટ્રી
મુંબઈ, હિન્દી સિનેમાની શરૂઆતથી લઈને અત્યાર સુધી, અશોક કુમાર અથવા દિલીપ કુમાર જેવા ઘણા ટેલેન્ટેડ સ્ટાર આવ્યાં, જેમણે માત્ર તેમના પાત્રોથી દર્શકોના દિલ જીત્યા અને ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું નાં પણ રોશન કર્યુ છે.
૧૯૬૦ થી ૧૯૬૯ સુધી, ચાર એવા એક્ટર્સે એક્ટિંગની દુનિયામાં એન્ટ્રી કરી, જેમના અતુલ્ય યોગદાનને ભાગ્યે જ ભૂલી શકાય. વર્ષ ૧૯૬૦માં બોલિવૂડના હીમેન તરીકે જાણીતા દિગ્ગજ એક્ટર ધર્મેન્દ્રએ એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો. તેણે ફિલ્મ ‘દિલ ભી તેરા હમ ભી તેરે’થી પોતાની ફિલ્મી ઇનિંગની શરૂઆત કરી હતી.
જોકે તેની પહેલી ફિલ્મ કંઈ ખાસ કમાલ કરી શકી ન હતી. ધર્મેન્દ્ર ભલે પોતાની ડેબ્યુ ફિલ્મથી બોક્સ ઓફિસ પર કબજો ન કરી શક્યા હોય પરંતુ તેણે દર્શકોના દિલમાં પોતાના માટે ચોક્કસ જગ્યા બનાવી લીધી હતી. આ જ કારણ હતું કે જ્યારે ૧૯૬૬માં તેમની ફિલ્મ ‘ફૂલ ઔર પથ્થર’ સિનેમાઘરોમાં આવી ત્યારે તેઓ રાતોરાત સ્ટાર બની ગયા હતા.
આ પછી તેણે સત્યકામ, કર્તવ્ય, શોલે અને આંખે જેવી ઘણી સુપરહિટ ફિલ્મોમાં કામ કર્યું. હિન્દી સિનેમાના પહેલા સુપરસ્ટાર રાજેશ ખન્નાએ ૨૩ વર્ષની ઉંમરે ૧૯૬૬માં ફિલ્મ ‘આખરી ખત’થી પોતાના સિને કરિયરની શરૂઆત કરી હતી. કાકાએ પ્રથમ ફિલ્મમાં જ પોતાની દમદાર એક્ટિંગ પુરવાર કરી હતી. પરંતુ આ ફિલ્મ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ હતી.
આ પછી તે શર્મિલા ટાગોર સાથે આરાધનામાં જોવા મળ્યા હતા. તેમની આ ફિલ્મે ઈતિહાસ રચ્યો હતો. તે બાદ જાણે રાજેશ ખન્નાની એક્ટિંગની ગાડી પાટે ચડી ગઇ. તેમણે ઈન્ડસ્ટ્રીમાં એવી ઓળખ બનાવી કે ૧૯૬૯ થી ૧૯૭૧ સુધી તેમણે બોક્સ ઓફિસ પર એવો જાદુ ચલાવ્યો કે તેણે બેક-ટુ-બેક ૧૭ સોલો હિટ ફિલ્મો આપીને રેકોર્ડ બનાવ્યો. તેમના જેવું સ્ટારડમ આજ સુધી કોઈ સ્ટાર મેળવી શક્યું નથી.
ઇન્ડસ્ટ્રીમાં સદીના મેગાસ્ટાર તરીકે ઓળખાતા અમિતાભ બચ્ચને વર્ષ ૧૯૬૬માં ભારતીય એક્ટિંગની દુનિયામાં પ્રવેશ કર્યો હતો. પરંતુ તેમની પહેલી ફિલ્મ ખરાબ રીતે ફ્લોપ સાબિત થઈ હતી. આ ફિલ્મ બાદ તેમણે એક્ટિંગ છોડવાનો નિર્ણય પણ લીધો હતો.
કારણ કે આ પછી સતત ૧૩ ફિલ્મો ફ્લોપ થઈ. પરંતુ વર્ષ ૧૯૭૩માં તેમણે જંજીરમાં પોતાનો જલવો દેખાડ્યો અને ક્યારેય પાછળ વળીને જોયું નથી.
ઈન્ડસ્ટ્રીના હેન્ડસમ સ્ટાર વિનોદ ખન્ના, જેમને લોકો તેમની કરિયરની શરૂઆતમાં એક્શન હીરો તરીકે પસંદ કરતા હતા. તેમણે વિલન તરીકે તેની ફિલ્મી કરિયરની શરૂઆત કરી, ૧૯૬૯ની ફિલ્મ મન કા મીતથી ડેબ્યૂ કર્યું અને એક ડઝનથી વધુ ફિલ્મોમાં તે વિલન બન્યા. મેરા ગાંવ મેરા દેશ ફિલ્મમાં તે ધર્મેન્દ્ર સાથે જોવા મળ્યાં હતાં. પરંતુ વર્ષ ૧૯૭૧માં ફિલ્મ ‘હમ તુમ ઔર વો’માં લીડ રોલ કરીને તેમને ઓળખ મળી.SS1MS