Western Times News

Gujarati News

જમ્મુના સિંધરામાં સુરક્ષા કર્મીઓનું એન્કાઉન્ટર, ૪ આતંકી ઠાર મરાયા

હથિયારોનો જથ્થો જપ્તઃ આતંકવાદીઓ ગણતંત્ર અને નવા વર્ષની ઉજવણીમાં હુમલો કરવાની ફિરાકમાં હતા

(એજન્સી)જમ્મુ, જમ્મુમાં સુરક્ષા જવાનો દ્વારા સિંધરામાં વિસ્તારમાં આતંકવાગીને ઘેરી લેવામાં આવ્યા હતા. આ એનકાઉન્ટરમાં ૪ આતંકવાદીઓને સુરક્ષ જવાનોએ ઠાર કર્યા છે. જમ્મુ કાશ્મીરના એડીજીપીએ જણાવ્યું હતું કે, આતંકવાદીએ એક ટ્રકમાં હતા. ચાર આતંકવાદીઓને ઠાર કરવામાં આવ્યા છે. જેમાંથી એક આતંકવાદીની લાશ કબ્જે કરવામાં આવી છે. 4 Terrorists killed in encounter in Jammu’s Sidhra area

બુધવારની સવારે સુરક્ષા જવાનોને આ વિસ્તારમાં કેટલાક આતંકીઓ છૂપાયા હોવાની માહિતી મળી હતી. જે બાદ આ વિસ્તારમાં આતંકીઓની ઘેરાબંધી શરૂ કરવામાં આવી હતી, આ દરમિયાન આતંકીઓએ ગોળીબાર શરૂ કરી દીધો હતો. જે બાદ સુરક્ષા જવાનો અને આતંકીઓ વચ્ચે ઘર્ષણ શરૂ થયું હતું. મહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો,

સર્વેમાં ખુલાસોમહિલાઓ કરતા પુરુષોએ ભાજપ પર વધુ ભરોસો કર્યો, સર્વેમાં ખુલાસો આ ઘટના અંગે માહિતી આપતા જમ્મુ-કાશ્મીર પોલીસે જણાવ્યું હતું કે, આ વિસ્તારમાં બે શંકાસ્પદ આતંકવાદીઓ છૂપાયેલા છે, જેને પોલીસે કોર્ડન કરી લીધા છે.

આ પહેલા સોમવારના રોજ પણ પણ જમ્મુ-કાશ્મીરના પૂંચમાં સંયુક્ત સર્ચ ઓપરેશન દરમિયાન પોલીસે આતંકીના એક સાગરીકની ધરપકડ કરી હતી. મેંધર સબડિવિઝનમાંથી પોલીસ દ્વારા આતંકવાદીઓના સાગરીકની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસ અને ભારતીય સેનાના જવાનો દ્વારા રવિવારના રોજ આ સર્ચ ઓપરેશન શરૂ કરવામાં આવ્યું હતું.

પોલીસે આરોપી પાસેથી પિસ્તોલ અને અન્ય વસ્તુઓ મળી આવી છે. પોલીસે જણાવ્યું હતું કે, અમે જે આતંકવાદીની ધરપકડ કરી છે, તેનો સહયોગી સલવા વિસ્તારમાં રહેતો હતો, તેનું નામ તૈયબ ખાન છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.