Western Times News

Gujarati News

ચાર વર્ષમાં રૂ. 14 કરોડનો ધૂમાડો કર્યો અમદાવાદ મ્યુનિ. મેલેરિયા વિભાગે રોગચાળાને નિયંત્રણમાં લેવા 

ધુમાડા- સ્પ્રે ના ખર્ચની સાથે સાથે મચ્છરજન્ય રોગચાળાના કેસની સંખ્યામાં પણ સતત થઈ રહેલો વધારો

(દેવેન્દ્ર શાહ) અમદાવાદ, શહેરમાં મેલેરિયા, ઝેરી મેલેરિયા, ડેન્ગયુ અને ચીકનગુનીઆના રોગચાળા પર નિયંત્રણ આવી રહયું નથી. મ્યુનિ. કોર્પોરેશન દ્વારા દર વર્ષે ફોગીંગ આઈઆરસ્પ્રે પર કરોડો રૂપિયા ખર્ચ કરવામાં આવે છે તેમ છતાં અમદાવાદ શહેરમાં મચ્છરજન્ય રોગચાળો લગભગ કાયમી બની ગયો છે. એક અંદાજ મુજબ મ્યુનિ. મેલેરિયા વિભાગે છેલ્લા ૪ વર્ષમાં જ ધુમાડા અને સ્પ્રે પાછળ રૂ.૧૪ કરોડ કરતા પણ વધુ રકમ ખર્ચ કરી છે.

અમદાવાદ શહેરમાં ડેન્ગયુ અને ચીકનગુનીઆના જીવલેણ રોગના કેસો સતત વધી રહયા છે. છેલ્લા પાંચ વર્ષના આંકડા પર દ્રષ્ટીપાત કરીએ તો મચ્છરજન્ય રોગચાળાના કેસમાં કોઈ જ ઘટાડો થયો નથી.

માત્ર તેને નિયંત્રણમાં લેવા માટે કરવામાં આવતા ખર્ચમાં વધારો થયો છે. અગાઉ ફોગીંગની કામગીરી કોર્પોરેશન દ્વારા કરવામાં આવતી હતી જેના સારા પરિણામ પણ મળતા હતા પરંતુ હવે તેમાં કોન્ટ્રાકટ પધ્ધતિ દાખલ થયા બાદ ખર્ચ અને કેસ બંને વધી રહયા છે. તેવી જ રીતે આઈઆરસ્પ્રેના નામે પણ દર વર્ષે કરોડો રૂપિયા ખર્ચ થઈ રહયા છે તેમ છતાં શ્રમજીવી વસાહતોમાં ડેન્ગયુ અને રોગચાળાના કેસ સતત વધે છે.

અમદાવાદ શહેરમાં ર૦ર૦-ર૧થી ર૦ર૩-ર૪ સુધી આઈઆરસ્પ્રે પાછળ રૂ.૬ કરોડ રપ લાખ અને ફોગીંગ માટે રૂ.૭ કરોડ ૯૩ લાખ જેટલી માતબર રકમ ખર્ચ કરવામાં આવી હતી. આ અગાઉ પણ કરવામાં આવેલ ખર્ચ પર દ્રષ્ટિપાત કરીએ તો ર૦૧૭-૧૮ થી ર૦૧૯-ર૦ સુધી ત્રણ વર્ષમાં રૂ.૪ કરોડ ૪૪ લાખનો ખર્ચ આઈઆરસ્પ્રે માટે કરવામાં આવ્યો છે.

આમ ર૦૧૭-૧૮ થી ર૦ર૩-ર૪ સુધી માત્ર આઈઆરસ્પ્રે પાછળ જ રૂ.૧૦ કરોડ ૭૦ લાખ જેટલી માતબર રકમ ખર્ચ કરવામાં આવી છે. માત્ર કોરોના સમયે જ આઈઆરસ્પ્રે માટે રૂ.પ૩ કરોડ ખર્ચ કરવામાં આવ્યા હતા તે સિવાય દર વર્ષે કરોડો રૂપિયા ચુકવવામાં આવી રહયા છે.

મ્યુનિ. કોર્પોરેશન દ્વારા ર૦રર-ર૩ થી આ કામગીરી ઝોન દીઠ કરાવવામાં આવી રહી છે જેમાં આઈઆરસ્પ્રેની સાથે સાથે ઇઉછ પાછળ પણ મોટાપાયે ખર્ચ થઈ રહયો છે. ર૦રર-ર૩માં રૂ.૧ કરોડ પ૮ લાખ અને ર૦ર૩-ર૪માં રૂ.૧ કરોડ ૮૧ લાખ ઇઉછ માટે ખર્ચ થયા છે. ર૦ર૪ના વર્ષમાં પણ મચ્છરજન્ય રોગચાળો સતત વધી રહયો છે.

ચાલુ વર્ષે પ ઓકટોબર સુધી સાદા મેલેરિયાના ૬૮૦, ઝેરી મેલેરિયાના ૮૩, ડેન્ગયુના ૧૭૦૧, અને ચીકનગુનીઆના ૧૪ર કેસ કન્ફર્મ થયા છે. આમ ધુમાડા અને સ્પ્રે માટે ખર્ચની સાથે સાથે કેસની સંખ્યા પણ વધી રહી છે જે બાબત તપાસનો વિષય બની છે.


Read News In Hindi

Read News in English

Copyright © All rights reserved. | Developed by Aneri Developers.