સ્વચ્છતા સર્વેક્ષણ- ૨૦૨૦માં 40 લાખથી વધુ વસ્તીવાળા શહેરોમાં અમદાવાદ પ્રથમ
અમદાવાદ, દેશભરમાં ૪૨૪૨ શહેરોમાં થયેલા સ્વચ્છતા સર્વેક્ષણ- ૨૦૨૦માં પ્રથમ ૧૦માં ગુજરાતના ૪ શહેરોનો સમાવેશ થયો છે. બીજા ક્રમે સુરત છે જ્યારે પાંચમા ક્રમે અમદાવાદ, છઠ્ઠા ક્રમે રાજકોટ અને દસમા ક્રમે વડોદરાનો નંબર આવ્યો છે. જ્યારે ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોની સ્પર્ધામાં ગયા વખતની જેમ અમદાવાદે તેનું પ્રથમ સ્થાન જાળવી રાખ્યું છે.
આજે સવાકના નવી દિલ્હી ખાતે કેન્દ્રીય મંત્રીના હસ્તે યોજાયેલા વર્ચ્યુઅલ પ્લેટફોર્મ દ્વારા યોજાયેલ એવર્ડ વિતરણ સમારોહમાં હાજર રહી મેયર બિજલ પટેલ અને કમિશ્નર મુકેશકુમારે ૪૦ લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં પ્રથમ આવેલા અમદાવાદનો એવોર્ડ સ્વીકાર્યો હતો.
બાદમાં મેયર અને કમિશ્નરે સોલીડ વેસ્ટની ટીમને અભિનંદન આપ્યા હતા. અત્રે ઉલ્લેખનીય છે કે,અમદાવાદને સ્થળ ચકાસણી, સર્વિસનું સ્તર, નાગરિકોના પ્રતિભાવ, જાહેર રોડ પર કુદરતી હાજતે નહી જતા લોકો વગેરેના ૬૦૦૦ ગુણમાંથી ૫૨૦૭.૧૨ મળ્યા હતા ૩ સ્ટારનું સર્ટિફિકેટ પણ મળ્યું છે. જ્યારે ઇન્દોર શહેરે વર્ષોથી તેનો દેશભરમાં પ્રથમ આવવાનો ક્રમ જાળવી રાખ્યો છે.