અમરેલીમાં ITIનું ૪૦ વર્ષ જૂનુ બિલ્ડીંગ જર્જરીત

અમરેલી, સરકાર દ્વારા વિદ્યાથીઓનું કોશલ્ય વધારવા સ્કિલ ઈન્ડીયા, મેઈક ઈન ઈન્ડીયા જેવા સાહસોની વાત કરવામાં આવી રહી છે.. તો બીજી તરફ અમરેલી શહેરમાં આવેલા અને અંદાજીત બે હજાર જેટલા વિદ્યાર્થીઓને શિક્ષણ આપતા તેમજ તેમને તાલીમ કેન્દ્રનુૃ બિલ્ડીંગ જર્જરીત હાલતમાં છે
૪૦ વર્ષ જૂનુૃ બિલ્ડીંગનું સમયાત્તરે સમારકામ ન કર્યુ હોવાથી વિદ્યાર્થીઓ સાથે ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની સાથે ગમે ત્યારે દુર્ઘટના સર્જાવાની ભીતિ સેવાય રહેલ છે. ત્યારે સરકાર દ્વારા યોગ્ય સમારકામ કરવામાં આવે એવી માંગ ઉઠવા પામી છે.
અનેક જગ્યાઓ પરથી પોેપડા પડી રહ્યા છે. બિલ્ડીંગનૃ હાડપીંજર દેખાઈ આવ્યુ છે. તો બારીઓ તૂટેલી ફૂટેલી હાલતમાં છે. ઠેેકઠેકાણે બિલ્ડીંગ પર જ વૃક્ષો ઉભી નીકળ્યા છે. જેથી ભયના ઓથાર હેઠળ વિદ્યાર્થીઓને અભ્યાસ કરવા માટેે મજબુર બનવુ પડ્યુ છે.
આ અંગે અભ્યાસ અર્થેે આઈટીઆઈ ખાતે વિદ્યાર્થીઓએ જણાવ્યુ હતુ કે અમે અભ્યાસ કરીએ છીએ અને અમારૂ બિલ્ડીંગ એકદમ જર્જરીત હાલતમાં છે તો આવામાં કોઈ દુૃઘટના થાય તો કોણ જવાબદાર એવી સ્થિતિ છે. અમારૂ બિલ્ડીંગ ૧૯૬૩ આસપાસ બનેલુ છે. અને અનેક વખત રીનોવેશન પણ કરાયુ છે. તેમ છતાં આવી જ હાલત છે જેથી કોઈ દુર્ઘટના સર્જાય એવી શક્યતાઓ છે. તો સરકાર દ્વારા નવું બિલ્ડીંગ બનાવવુ જાેઈએ.
તો આ અંગેે અહિંના શિક્ષક અશોકભાઈ જાલાવડીયાએ કહ્યુ હતુ કે હું ૧૯૯૪થી શિક્ષક તરીકે ફરજ બજાવુ છુૃ. અને ર૩ જેટલા અલગ અલગ ટ્રેડ ચાલુ છે. વર્કશોપનુૃ બિલ્ડીંગ જર્જરીત છે. આ અંગે અનેક વખત રીનોવેશનની રજુઆત કરવામાં આવી છે. પરંતુ કામગીરી થઈ શકતી નથી. આ ઉપરાંત અહીં વિદ્યાર્થીઓ માટે હોસ્ટેલની સુવિધા પણ શરૂ કરવામાં આવી હતી. પરંતુ એ પણ જર્જરીત હાલતમાં હોવાને કારણે લાંબા સમયથી હોસ્ટેલની સુવિધા બંધ કરવામાં આવેલ છે.