400થી વધુ CNG પંપ ધારકોએ કમિશન વધારાની માંગ સાથે પ્રતિક હડતાલ પર ઉતર્યા
સુરતમાં સીએનજીપંપ ધારકોએ ૨૪ કલાક પ્રતિક હડતાળ પર ઉતરતા વાહનચાલકોને મુશ્કેલી વધી
સુરત, સુરત સહિત દક્ષિણ ગુજરાતમાં સીએનજીવેચાણમાં કમિશનના વધારાની માંગને લઈ એસોસિએશન પ્રતિક હડતાળ કરવામાં આવી હતી. સોમવારથી શરુ થયેલી આ સીએનજીપંપોના માલિકોની હડતાળ મંગળવારે સવારે ૭ વાગ્યા સુધી શરુ રહેશે.
એસોસિએશન દ્વારા એવી પણ ચમકીઓ મળી હતી કે આ હડતાળમાં આજે દક્ષિણ ગુજરાતમાં ૪૦૦ જેટલા સીએનજી પંપના માલિકો જાેડાશે. ઘણા સમયથી સીએનજીપંપ ધારકો કમિશનમાં વધારાને લઈ વાત વાત કરતા હતા પરંતુ સીએનજીપંપ ધારકોના કમિશન વધારો ન થતા તેમણે આજે પ્રતિક હડતાળનું સાધન હાથ ધર્યું છે.
મળતી જાણકારી અનુસાર આ હળતાળમાં સુરતના ૧૬૦ સીએનજીપંપ હડતાળમાં જાેડાયા છે. સુરતમાં સીએનજીપંપ ધારકોએ ૨૪ કલાક પ્રતિક હડતાળ પર ઉતરતા વાહનચાલકોને મુશ્કેલી વધી છે. આજે સીએનજીપંપ બંધ રહેતા લાખો વાહનોને સીધી અસર થશે. પ્રતિક હડતાળ બાદ પણ કમિશન ન વધવા પર અચોક્કસ મુદ્દતની હડતાળની ચીમકીની પણ વાત મળી રહી છે.