રામમંદિર માટે 400 કિલોનું તાળું ને 4 ફૂટની ચાવી તૈયાર કરાયા
અયોધ્યાઃ હાથે બનેલા તાળા માટે વિશ્વપ્રસિદ્ધ અલીગઢના એક બુર્ઝગ કારીગરે અયોધ્યા રામમંદીર માટે ૪૦૦ કિલોનું બનાવ્યુું છે. રામભકતો સત્યપ્રકાશ શર્માએ ઘણા મહીનાઓની મહેનત અંતે દુનિયાના સૌથી મોટા હસ્તનિર્મિત તાળાનું નિર્માણ કર્યું છે. 400 kg lock and 4 feet key prepared for Ram Mandir
રામમંદિરને ધ્યાનમાં રાખીને સત્યપ્રકાશે આ તાળાની ચાવી ચાર ફૂટ લાંબી બનાવી છે. આ તાળું ૧૦ ફુટ ઉચું અને ૪.પ ફૂટ પહોળું છે. તથા ૯.પ ઈંચ જાડું છે.
બે તાળુ બનાવવા માટે લગભગ બે લાખ રૂપિયાનો ખર્ચ થયો છે. કહેવાય છે કે ચાલુ વર્ષના અંતમાં આ તાળું રામમંદિરના અધિકારીઓને સોંપવામાં આવશે. તદઉપરાંત દરવર્ષે યોજાતા અલીગઢ પ્રદર્શન મેળામાં મુકવામાં આવશે.